ટેલિકોમ કંપનીઓએ વિવિધ શહેરોમાં તેમની 5G સેવાઓ શરૂ કરી છે અને તેને સમગ્ર ભારતમાં ફેલાવવામાં પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો 5G સ્પીડનો આનંદ માણવા પણ લાગ્યા છે મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ માત્ર 4G સ્પીડથી જ કામ કરી રહ્યા છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં 5Gની શરૂઆત થઈ ત્યારથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે શું 5G નેટવર્ક આવ્યા પછી તેમના 4G ફોન નકામા થઈ જશે…
4G આવ્યું ત્યારે 3G કે 2Gનું શું થયું તે તો તમે સૌ કોઈ જાણોજ છો.. હા, આજે ટેક્નોલોજી 5G સુધી પહોંચી ગઈ છે પણ ઘણા ફીચર ફોન 2G અથવા 3G પર ચાલે છે. આપણે ફક્ત સ્માર્ટફોનમાં જ 4Gનો ઝડપી ઉપયોગ જોયો છે. જોકે કેટલાક સ્માર્ટફોનમાં 3G પણ ચાલે છે. તે જે રીતે હવે જ્યારે 5G નેટવર્ક આવી ગયું છે, જૂનું 4G નેટવર્ક બંધ નહીં થાય અને વપરાશકર્તાઓ તેમના ફોનમાં 4G સ્પીડ આરામથી ચલાવી શકશે. 5G સ્પીડનો ઉપયોગ કરતા ઘણા લોકો એવું પણ કહે છે કે તેની ઝડપી સ્પીડને કારણે ફોનનો ડેટા ખૂબ જ ઝડપથી ખલાસ થઈ જાય છે.જેમ કે 4G સ્પીડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારો 1.5 GB ડેટા પુરતું થાય છે. પરંતુ તે જ જગ્યાએ 5G સ્પીડ પર આટલો ડેટા માત્ર 1.5 થી 2 કલાકમાં ખતમ થઈ જાય છે.
એટલા માટે ઘણા લોકો 5G સ્પીડ આવ્યા પછી જ ફોન સેટનું સેટિંગ 4G નેટવર્ક પર રાખે છે જેથી ડેટાના ભારે વપરાશને ટાળી શકાય. તેથી જો તમે ફોનને ફક્ત 4G નેટવર્ક પર ચલાવવા માંગતા હોવ તો તેનો અર્થ એ છે કે તમારે તમારા હાલના 4G ફોનને ફેંકી દેવાની જરૂર નથી. જો કે ખાસ વાત એ છે કે, 4G ફોન ચલાવવામાં તમારા પૈસા પણ બચશે. એનું કારણે છ કે, 5G સ્પીડ કરો છો તો તમારે રિચાર્જ પર વધુ ખર્ચ કરવો પડશે. કારણ કે ડેટા ઝડપથી સમાપ્ત થઈ જશે. તમને એ પણ જણાવી દઈએ કે 4G ફોન યુઝરના મનમાં હશે કે શું તે તેના હાલના 4G ઉપકરણમાં 5Gનો ઉપયોગ કરી શકશે? તો જવાબ છે ના. જો તમે 5G વાપરવા માંગો છો તો તમારે 5G ફોન ખરીદવું પડશે. આ એટલા માટે છે કારણ કે તમારો 4G ફોનમાં 5G સપોર્ટ સાથે આવતો નથી.