News Inside/Bureau: 21 Fabruary 2023
ટીમ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે.સેમી ફાઈનલ 23 અને 24 ફેબ્રુઆરી અને ફાઈનલ 26 ફેબ્રુઆરીએ રમાશે. ગ્રુપ-Aમાંથી ઓસ્ટ્રેલિયાની ટીમ તમામ 4 મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે.ગ્રુપ-એમાંથી બીજી ટીમનો નિર્ણય આજે લેવામાં આવશે. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે સ્પર્ધા છે. ગ્રુપ-બીમાંથી ઈંગ્લેન્ડ અને ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લી મેચ પાકિસ્તાન સામે રમશે. પરંતુ તેની કોઈ અસર થશે નહીં. ઈંગ્લેન્ડની ટીમના 3 મેચમાં 6 પોઈન્ટ છે.
ઈંગ્લેન્ડ આ ગ્રુપમાંથી સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પહેલેથી જ સીલ કરી ચૂક્યું છે. ચાર મેચમાં છ પોઈન્ટ સાથે ભારતે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ભારત ગ્રુપ-બીમાં બીજા ક્રમે છે. સેમિફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. ગ્રુપ-એમાં ટોચની ટીમ ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ગ્રુપ-બીની બીજી ટીમ સાથે થશે.