News Inside

મદદના નામે યુવકને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી ઝડપાઈ , મહિધરપુરાનો રત્નકલાકાર હનીટ્રેપમાં ફસાયો

0 minutes, 0 seconds Read
Spread the love

સુરતમાં મદદના નામે યુવકને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી ઝડપાઈ ગઈ છે. મહિધરપુરાનો રત્નકલાકાર હનીટ્રેપમાં ફસાયો હતો. 6 મહિના પહેલા આરોપીએ પેટ્રોલની મદદ કરી ફરિયાદીનો નંબર મેળવ્યો હતો. 6 માર્ચના રોજ આરોપીએ રત્નકલાકારને મળવા માટે બોલાવ્યો હતો. ઉધનાના એપાર્ટમેન્ટમાં રત્ન કલાકારને મળવા બોલાવી યુવતી સાથે ફોટા પાડી રત્ના કલાકારને બ્લેકમેલ કરાયો હતો. જે અંગે તેણે પોલીસ ફરિયાદ કરતાં ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થઈ શકે છે.

મહિધરપુરામાં સ્વાગત એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય કાસીનાથ ભીમનન્ન મડગુ વોચમેન-રત્ન કલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ તેલંગાણાના વત્ની કાશીનાથ 6 મહિના પહેલા સવારે પત્ની સાથે પલસાણા ખાતે શેઠના ફાર્મ હાઉસમાં સફાઇ કરવા ગયા હતા. બપોરે ત્યાંથી આવતી વખતે ઉધના મેઇન રોડ પાસે મોપેડનું પેટ્રોલ પૂરું થઈ જતાં ધક્કો મારીને આવતા હતા ત્યારે બાઇક પપરથી પસાર થતાં અજાણ્યાએ પેટ્રોલ કાઢી આપીને મદદ કરી હતી. તેણે પોતાનું નામ જીતુ હોવાનું કહીને કાશીનાથનું નામ, સરનામું અને મોબાઇલ નંબર મેળવ્યો હતો. બાદમાં તે અવારનાર તેમને ફોન કરીને મળવા બોલાવતો હતો પરંતુ ના પાડતા હતા.

ચાર દિવસ પહેલા જીતુએ મળવા બોલાવતાં તેણે આપેલા એડ્રેસ પર તેઓ ગયા હતા. તે આગ્રહ કરીને ઘરમાં લઈ ગયો હતો અને કાશીનાથને અંદરના રૂમમાં બેસાડી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. અંદર એક છોકરી આવતાં કાશીનાથે તેનો મિત્ર જીતુ હારથી બંધ કરીને ગયો હોવાનું કહ્યું હતું. થોડીવારમાં ચાર જણા આવ્યા હતા અને પોલીસ તરીકે ઓળખ આપી હતી.

જેમાંથી બે જણાએ કમરના ભાગે હાથકડી લટકાવી હતી. પોલીસના સિમ્બોલવાળા ખાખી માસ્ક પહેર્યા હતા. તેમણે કાશીનાથને બળજબરીથી કપડા કઢાવી માર મારી બેડ પર સુવડાવી આ ચોકરીની સાથે નગ્ન ફોટા અને વીડિયો લઇ લીધા હતા. પછી જો પોલીસથી છૂટવું હોય તો 5 લાખ રૂપિયા માંગ્યા હતા. કાશીનાથે છેલ્લે બે લાખ તો આપવા જ પડશે તેમ કહીને માર માર્યો હતો. કાશીનાથે 50 હજાર આપવાનું કહી એક વ્યક્તિ પાસેથી પૈસા મંગાવ્યા હતા. આ અંગે તેમણે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પત્નીના ક્રેડિટ કાર્ડમાંથી પણ રૂપિયા ઉપાડી લીધા

કાશીનાથને તેના મિત્ર પ્રવીણે ફોન કરીને મેડિકલ ઈમરજન્સી હોવાથી અરજન્ટ 50 હજારની માંગણી કરી હતી. કાશીનાથ હોસ્પિટલ પહોંચ્યાત્યારે ટોળકીના સાગરિતો ઉભા હતા. કાશીનાથે ફોન પર વાચ કરી પૈસા અજાણ્યા આપવા કહ્યું હતું અને તે પૈસા લઇને નીકળી ગયો હતો. ઉપરાંત ફ્લેટમાં હતા ત્યારે અજાણ્યા ઇસમે કાશીનાથના પર્સમાંથી તેની પત્નીનં ક્રેડિટકાર્ડ કાઢી લીધું હતું અને પાસવર્ડ પૂછીને જતો રહ્યો હતો અને એટીએમમાંથી 18,999 રૂપિયા ઉપાડી લીધા હતા. ઉપરાંત જો કોઈને જાણ કરી તો પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!