ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચમાં છ વિકેટે હરાવી દીધું છે. આ જીત સાથે જ તેણે ચાર મેચની ટેસ્ટ સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈંડિયાને જીત માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો, તેણે રમતના ત્રીજા દિવસ ટી બ્રેક પહેલા સ્કોર સુધી પહોંચી ગયા હતા. ભારત માટે બીજી ઈનિંગ્સમાં રોહિત શર્માએ 20 બોલમાં તોફાની 31 રન ફટકાર્યા હતા.
ત્રીજા દિવસે રવિવારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઈનિંગ્સમાં ફક્ત 113 રન જ બનાવી શકી હતી. આવી રીતે ભારતને 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કંગારુ ટીમે પહેલી ઈંનિંગ્સમાં એક રનની લીડ મેળવી હતી. સ્પિનર રવીન્દ્ર જાડેજાએ 7 વિકેટ લીધી હતી. ઓફ સ્પિનર આર અશ્વિને પણ 3 વિકેટ લીધી હતી.
ભારતના નાગપુર બાદ દિલ્હી ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે. ભારતે આ ટેસ્ટ 3 દિવસમાં જ જીતી લીધી. તેની સાથે જ ભારતે 4 ટેસ્ટની સીરીઝમાં 2-0ની લીડ મેળવી હતી. ભારતે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ભારતે 4 વિકેટ ખોઈને પ્રાપ્ત કરી લીધો હતો. ચેતેશ્વર પુજારાએ નોટઆઉટ 31 રન ફટકાર્યા હતા.