1 ટિકિટનો ભાવ રૂ. 500થી લઇને 10 હજાર, આજથી ઓફલાઈન બુકિંગ શરૂ, સવારે ૧૧ થી સાંજના ૬ સુધી મળશે ટિકિટ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે ત્રીજી T20 મેચ
- IND-NZ વચ્ચે રમાનારી T20ની ટિકિટ હવે ઓફલાઈન પણ મળશે
- આજથી ટિકિટનું ઓફલાઈન વેચાણ થશે શરૂ
- ઓનલાઈન 50,000થી વધુ ટિકિટોનું થઈ ચૂક્યું છે વેચાણ
કેટલો છે ટિકિટનો ભાવ?
- – L, K અને Q બ્લોકમાં ટિકિટનો ભાવ 500 રૂપિયા
- – B, C, F, અને G બ્લોકમાં ટિકિટનો ભાવ 1000 રૂપિયા
- – J અને R બ્લોકમાં ટિકિટનો ભાવ 2000 રૂપિયા
- – A, H, M અને N બ્લોકમાં ટિકિટનો ભાવ 2500 રૂપિયા
- – D અને E બ્લોકમાં ટિકિટનો ભાવ 4000 રૂપિયા
- – અદાણી પ્રિમયમ વેસ્ટ-ઈસ્ટ બ્લોકમાં ટિકિટનો ભાવ 6000 રૂપિયા
- – સૌથી મોંઘી ટિકિટ અદાણી બેંકવેટમાં છે, એક સીટનો ભાવ 10,000 રૂપિયા રાખવામાં આવ્યો છે.
-
India Vs NZ 3rd T20 |Newsinside
ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ T20 મેચ રમાવા જઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહેલી મેચની ટિકિટનું આજથી ઓફલાઈન વેચાણ શરૂ થશે. નોંધનીય છે કે, ક્રિકેટચાહકોની નારાજગીને ધ્યાનમાં રાખીને ઓફલાઈન ટિકિટ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓફલાઈન ટિકિટોનું વેચાણ થશે શરૂ
1.32 લાખની ક્ષમતા વાળા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સાંજે 7 વાગ્યે રમાવા જઈ રહેલી T20 મેચનું બુકિંગ bookmyshow પર ગત 24 જાન્યુઆરીએ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે, ઓફલાઈન ટિકિટનું વેચાણ ન થતાં ક્રિકેટચાહકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી. ક્રિકેટરસિકોની નારાજગીને ધ્યાને રાખી હવે ઓફલાઈન ટિકિટોનું વેચાણ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટિકિટોનું ઓફલાઈન વેચાણ આજથી શરૂ થવા જઈ રહ્યું છે. જે ટિકિટની કિંમત 2 હજાર કરતા વધુ છે તે જ ટિકિટ ઓફલાઈન પદ્ઘતિથી વેચવામાં આવશે.
સવારે 11થી સાંજના 6 વાગ્યા સુધી મળશે ટિકિટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલી ત્રીજી T20 મેચની ટિકિટનું આજથી 31 જાન્યુઆરી સુધી વેચાણ થશે. જેઓ આ મેચ જોવા જવાનું વિચારી રહ્યા છે તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નં-1 પરથી સવારે 11થી સાંજના 6 વાગ્યા સુધીમાં ટિકિટ ખરીદી શકશે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં ઓનલાઈન 50,000થી વધુ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે.