News Inside
- રેન્જ સાઇબર ક્રાઇમ બ્રાન્ચએ કર્યો ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ
- ક્રિકેટ સટ્ટાની કાર્યવાહી કરતા એક આરોપીની કરી ધરપકડ
- દુબઈના નિવાસી અને મૂળ આદિપુરના નીલી અને મુકેશ બુકીઓના નામ ખુલ્યા
- વોટ્સએપ ગ્રુપનો ક્રિકેટ સટ્ટો રમવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો
- ગ્રુપમાં સટ્ટો રમવા માટે ID, પાસવર્ડ અને પૈસાની લેતી-દેતીના પુરાવા મળ્યા
ગાંધીધામ ; IPL 2023ની શરૂઆત થતા પહેલા જ બુકીઓએ પોતાના પ્લાંનિંગની ગોઠવણી કરી નાખી હતી. ન્યુઝ ઇનસાઇડ દ્વારા શું હતા બુકીઓના પ્લાનિંગ તે બાબતે Exclusive માહિતી પ્રસારણ કરવાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદ PCB દ્વારા ગુજરાતના સૌથી મોટા બુકીઓના અડ્ડાને ઝડપી લઇ 18 કરોડના લેતી દેતી થતા બેન્ક એકાઉન્ટ સહીત મોબાઈલ ફોન અને અન્ય ક્રિકેટ સટ્ટાને લગતા મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. ક્રિકેટ સટ્ટા પાર ગુજરાત પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.
IPL 2023 પર ઠેક ઠેકાણે ગુજરાત સહીત સમગ્ર દેશમાં કરોડોનો હાર જીતનો ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે. ગાંધીધામના રેન્જ સાઇબર ક્રાઇમને ક્રિકેટ સટ્ટાની મોટી સફળતા મળી છે. હાઈપ્રોફાઈલ ક્રિકેટ સટ્ટો રમાડતો બુકીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આદિપુરનો એક શખ્સ છે જે હાઈપ્રોફાઈલ મોટા પાયે ક્રિકેટ સટ્ટો રમાડતો હતો જેના તાર દુબઇ સાથે કનેક્ટ હતા. બુકીની પૂછપરછ કરતા દુબઈમાં બેઠેલા મુળ આદિપુરના બુકીઓ પાસે બેટિંગ લગાવતો હોવાનો ખુલાસો થયો છે. આ અંગેની વિગતો મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજ દ્વારા ગાંધીધામમાં વોર્ડ નં. ૧ર-બીમાં આવેલા નીલમ કોમ્પલેક્ષના પ્લોટ નં. ર૯૮ માં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પ્લોટ નં. ૧૭ર, વોર્ડ નં. ર-બીમાં રહેતો ગીરીશ ઉર્ફે બંટી વાસુદેવ ભંભાણી હાથ લાગ્યો હતો. જેની પુછપરછ કરતા તે પોતાના બનેવી મુળ આદિપુર હાલે દુબઈમાં રહેતા નીતિન ઉર્ફે નીલી અશોક આસનાની અને મુકેશ મંગારામ ભંભાણી પાસે ફોનમાં ઓનલાઈન તાજ ૭૭૭ વાળી આઈડી મેળવી તે આઈડી અન્ય ગ્રાહકોને આપી હાલમાં ચાલી રહેલી આઈપીએલ સીઝનની ગઈકાલે રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપીટલ વચ્ચેની મેચ પર હાર-જીતનો ક્રિકેટ સટ્ટો રમાડતો હતો. તેના મોબાઈલમાં સ્કાય એક્સચેન્જ ૪પ નામનું વોટસઅપ ગ્રુપ બનાવી ક્રિકેટ મેચના સટ્ટા માટે બનાવેલી આઈડી તેમજ પાસવર્ડ તેમજ રૂપિયાની લેવડદેવડના સ્ક્રીન શોટ આ ગ્રુપમાં શેર કરવામાં આવતા હતા. આરોપીઓ પાસેથી હાલ તો ૭પ,૧૦૦/- રોકડા, ૧.૧૦ લાખના બે મોબાઈલ, ર૦ હજારનું કોમ્પ્યુટર મળી ર,૦પ,૧૦૦/-નું મુદ્દામાલ કબજે કરાયો છે. તેમજ હાજર ન મળેલા શખ્સો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ સાયબર ક્રાઈમે જ હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસની હદમાં દુબઈના કનેક્શન સાથે આઈપીએલનો સટ્ટો રમાતો હોય અને સ્થાનીક પોલીસ અજાણ હોય તે વાતે પણ સવાલો ઉપજાવ્યા છે.