અમેરિકાએ વિદ્યાર્થીઓને આપી ‘ગિફ્ટ’, હવે સ્ટુડન્ટ વિઝા પર મળશે નોકરી! ગુજરાતીઓને ફાયદો થશે

0 minutes, 8 seconds Read
Spread the love

US Student Visa: અમેરિકાએ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓની અમુક કેટેગરી માટે ‘એપ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન એપ્લિકેશન’ માટે પ્રીમિયમ પ્રોસેસિંગ શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ પગલાથી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે જેઓ F-1 વિઝા પર અમેરિકામાં અભ્યાસ કરવા ગયા છે.

વાસ્તવમાં, હવે ભારતીય વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ સંબંધિત ક્ષેત્રમાં અસ્થાયી નોકરીઓ માટે સીધી અરજી કરી શકશે. અમેરિકામાં અભ્યાસ માટે F-1 વિઝા આપવામાં આવે છે. અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. ગુજરાતમાંથી સૌથી વધારે છાત્રો વિઝા લઈને અભ્યાસ માટે જાય છે. આ છાત્રોને બહુ મોટો ફાયદો થશે.

જો કે, હવે વિદ્યાર્થીઓ પાસે ઓપ્શન હશે  કે તેઓ પોતાના ફિલ્ડ ક્ષેત્રમાં પણ નોકરી માટે અરજી કરી શકશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન નાના-નાની નોકરીઓ કરીને સંતોષ માનવો પડતો હતો. યુ.એસ.માં અભ્યાસ કરતી વખતે પોતાના ખર્ચને આવરી લેવા માટે વિચિત્ર નોકરીઓ કરવી સામાન્ય છે. ઘણી વખત વિદ્યાર્થીઓ તેમના ખર્ચને પહોંચી વળવા માટે રેસ્ટોરન્ટ, હોટેલ અથવા ફૂડ ચેઇન કંપનીમાં કામ કરે છે. હવે નવા નિર્ણયથી તેને તેના ફિલ્ડ સાથે સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાની તક મળશે.

https://thenewsinside.com/celebration-of-rangaotsav-at-vadtal-swaminarayan-temple/

કયા વિદ્યાર્થીઓને લાભ મળશે?
US Citizenship and Immigration Services (USCIS) એ STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) ક્ષેત્રો અથવા સંબંધિત ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) અરજીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગની જાહેરાત કરી છે. કેટલીક કેટેગરી માટે તબક્કાવાર પ્રીમિયમ પ્રક્રિયા 6 માર્ચથી શરૂ થશે. આ સિવાય અન્ય કેટેગરીની પ્રક્રિયા 3 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે.

https://thenewsinside.com/what-is-one-nation-one-challan/

ઇમિગ્રેશન સરળ બનશે
USCISના ડિરેક્ટર ઉર એમ. જડ્ડુએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “ઓનલાઈન ફાઇલિંગમાં સરળતા ઉપરાંત કેટલાક F-1 વિદ્યાર્થીઓ માટે પ્રીમિયમ પ્રોસેસિંગની ઉપલબ્ધતા ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશનને સરળ બનાવશે,”  ઓનલાઈન ફાઈલિંગમાં થઈ રહેલું વિસ્તરણ USCIS માટે પ્રાથમિકતા છે. અમે ઓપરેશનલ ક્ષમતા વધારીએ છીએ. જેના દ્વારા અમે જેમના માટે કામ કરીએ છીએ તેવા સ્ટેક હોલ્ડર્સ, અરજદારો સહિત તે તમામ લોકોને ફાયદો થશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!