News Inside/15 May 2023
..
કપિલ શર્માએ પુત્રી અનાયરા શર્મા સાથે અને ભારતી સિંહે કૃષ્ણ અભિષેક અને પુત્ર લક્ષ્ય સાથે રવિવારે બેટી શોમાં રેમ્પ વોક કર્યું હતું.
ફિલ્મ પ્રોડયુસર અનુ રંજન દ્વારા મધર્સ ડે નિમિત્તે 14 મે અને રવિવારે મુંબઈમાં ‘બેટી’ ફેશન ફંડરેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની સંસ્થા બેટી કી દ્વારા તે સમાજના તમામ સ્તર પર મહિલાઓનું નેતૃત્વ અને ભાગીદારી વધારવા માટે કાર્યરત છે, તેઓ મહિલાઓના મહત્તમ પ્રતિનિધિત્વ અને ભાગીદારી માટે પ્રયત્નશીલ છે.
કપિલ શર્માએ આ ફેશન શોમાં તેની પુત્રી અનાયરા શર્મા સાથે પહેલીવાર રેમ્પ વોક કર્યું હતું. તેણે રવિવારે ફેશન શોમાં પુત્રી અનાયરા સાથે પાર્ટીની મજા માણી હતી. અનાયરા રેમ્પ પર તેના પિતા સાથે હાથ પકડીને ચાલતી વખતે ખુબ આત્મવિશ્વાસી લાગતી હતી. તે બધાની સામે હાથ હલાવીને અભિવાદન કરી રહી હતી. તથા ત્યાં હાજર લોકો તેના પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા હતા.
કપિલ શર્મા ઉપરાંત જાણીતી કોમેડિયન ભારતી સિંહે પણ કૃષ્ણા અભિષેક સાથે રેમ્પ વોક કર્યું હતું. આ વખતે કૃષ્ણા ભારતીના પુત્ર લક્ષ્યને પોતાના ખોળામાં લઈને રેમ્પ વૉક કરી રહ્યા હતા. આ ત્રણેયએ વાદળી અને કાળા રંગમાં પોતપોતાના પોશાકમાં ટવીનીંગ કર્યું હતું.
અન્ય સેલિબ્રિટીમાં અભિનેતા આદિત્ય સીલ, અનુષ્કા રંજન, આકાંક્ષા રંજન, અપારશક્તિ ખુરાના અને નિયા શર્મા શોમાં ઉપસ્થિત રહ્યા હતા.