એક કહેવત છે કે પુત્રના પગ માત્ર પારણામાં જ દેખાય છે. જે કહેવત સાર્થક કરી બતાવી છે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાની એક નાની છોકરી ‘સીરાત નાઝ’. આજે આખી દુનિયા સિરાત નાઝને વાયરલ ગર્લના નામથી ઓળખી રહી છે. સીરાત નાઝે એક વીડિયો બનાવીને પીએમ મોદીને તેની સ્કૂલની ખરાબ હાલત વિશે જણાવ્યું હતું અને તેની સ્કૂલ બનાવવાની અપીલ કરી હતી. પીએમ મોદીને બાળકીની અપીલ બાદ તેની શાળા બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.
વીડિયોમાં સિરાતે પીએમ મોદીને અપીલ કરતા જણાવ્યું હતું કે, મારે તમને એક વાત કહેવી છે હું સરકારી શાળા લોહાઈ મલ્હાર (કઠુઆ)માં અભ્યાસ કરું છું તેણે તે વીડિયોમાં એમ પણ કહ્યું તમે બધાને સાંભળો છો તો મારૂ પણ સાંભળો. આ અમારી શાળા છે અને આ પ્રિન્સિપાલની ઓફિસ અને અમારી શાળા છે. જે ખૂબ જૂની થઈ ગઈ છે. અમને અહીં બેસીએ છે. મહેરબાની કરીને મોદીજી એક સારી શાળા બનાવી આપો. પીએમ મોદીને છોકરીની અપીલ બાદ તેની સ્કૂલનું કામ શરૂ થઈ ગયું છે.
જમ્મુના સ્કૂલ એજ્યુકેશન એક ડિરેક્ટરના જણાવ્યા અનુસાર સ્કૂલનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ તેને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરના કારણે આ કામ અટકી ગયું હતું. હવે સરકારે તેને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થઈ સીરત નાઝ શાળાના નિર્માણ વિશે સાંભળીને ખૂબ જ ખુશ છે અને તેણે કહ્યું, ‘મોદીજી આખો દેશ સાંભળે છે, તેઓ મારી પણ વાત સાંભળે છે.’ સિરાતે કહ્યું કે તે મોટી થઈને IAS ઓફિસર બનવા માંગે છે.