દેશભરના દરેક શિવાલયો મહાશિવરાત્રીએ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે. આગામી શનિવારે 18 ફેબ્રુઆરીએ રાત્રે આઠ વાગ્યાથી શરૂ થઈ સમાપન બીજે દિવસે સવારે 4.23 મિનિટ પર થશે. મહાશિવરાત્રીની પૂજા નિશિતા કાળમાં ક૨વાની હોય છે એટલે 18 ફેબ્રુઆરીએ મનાવવી યોગ્ય છે. આ વખતે ત્રિગ્રહી યોગ હોવાથી 18 ફેબ્રુઆરી શનિ અને સૂર્ય ઉપરાંત ચંદ્રમાં પણ કુંભ રાશિમાં હોવાથી કુંભ રાશિમાં શનિ, સૂર્ય અને ચંદ્રમાં મળીને યોગ બને તેને ત્રિગ્રહી કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ખૂબ જ દુર્લભ સંયોગ માનવામાં આવે છે.
મહાશિવરાત્રી નિમિત્તે ચાર પ્રહરની પૂજાનું મહત્ત્વ વધુ છે.
પ્રથમ પ્રહર 18 ફેબ્રુઆરી સાંજે 6.38થી રાત્રિના 9, 40 વાગ્યા સુધી દ્વિતીય પ્રહર પૂજા રાત્રે 9. 41થી રાત્રે 12. 55 સુધી તૃતીય પ્રહર પૂજા રાત્રે 12. 52થી 3. 55 સુધી અને ચતુર્થ પ્રહર પૂજા 3.55થી સવારના 7.8 વાગ્યા (સૂર્યોદય) સુધી. રાત્રિના 12, 28થી 1. 16 સુધી નિશિથ કાળ કહેવાય મધ્યરાત્રીની ઉપાસનાનું વધારે મહત્વ હોય છે.
મહાશિવરાત્રીની પૂજન વિધિ
સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્ર પહેરવા. શિવ મંદિરમાં ભગવાનની પૂજા કરવા શેરડીનો રસ, કાચુ દૂધ અને શુદ્ધ થી અભિષેક કરવા. મહાદેવને બિલ્વપત્ર, ભાંગ જાયફળ, કમલ કાકડી, ફળ, ફુલ, મીઠાઈ, મીઠુપાન અર્પણ કરી ઊભા રહીને શિવચાલીસાના પાઠ કરવા,