News Inside/15 May 2023
..
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પોલીસ કમિશનર દ્વારા ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન, શૂટર ગુડ્ડુ મુસ્લિમ અને સાબીર વિરુદ્ધ ઉમેશ પાલ હત્યા કેસના સંબંધમાં લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. માફિયા અતિક હેમદની પત્ની શાઇસ્તા પરવીનની વિદેશ જવાની ઈચ્છા વચ્ચે ઉત્તર પ્રદેશ પોલીસએ લૂક આઉટ નોટિસ બહાર પડી છે. લૂક આઉટ નોટિસ બાદ શાઇસ્તા વિદેશ ભાગી શકશે નહિ. શાઇસ્તા પર 50,000 થી વધારીને 1 લાખ રૂપિયા ઇનામ હેર કરવામાં આવ્યું છે. દેશના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ અનર પોર્ટને લૂક આઉટ નોટિસની માહિતી પહોંચાડી દેવામાં આવી છે. જેથી શાઇસ્તા પરવીન કે તેના શૂટર્સ હવાઈ કે જળ માર્ગે દેશની બહાર ન જઈ શકે.પ્રયાગરાજ પોલીસ કમિશનરે ગૃહમંત્રાલયની માર્ગદર્શિકાને અનુસરીને લૂક આઉટ નોટિસ જારી કરી છે.
ઉમેશ પાલની હત્યાના લગભગ 10 દિવસ બાદ એવા સમાચાર આવ્યા હતા કે, અરમાને બિહારની સાસારામ કોર્ટમાં સરેન્ડર કર્યું છે. જોકે પોલીસ અધિકારીઓએ આવી કોઈ ઘટનાને સમર્થન આપ્યું ન હતું. પોલીસ અધિકારીઓ પણ ગુડ્ડુ મુસ્લિમ અને અતીકની પત્ની શાઇસ્તા પરવીન અને શૂટર સાબીરની શોધમાં કૌશામ્બી, પ્રયાગરાજ અને અન્ય સ્થળોએ દરોડા પાડવાની પુષ્ટિ કરી રહ્યા છે, પરંતુ અરમાનની ધરપકડ કરવા અંગે મૌન છે. અધિકારીઓએ જણાવ્યું કે અરમાન મૂળ બિહારના સાસારામનો છે અને તે સિવિલ લાઈન્સમાં ઢાબા ચલાવતો હતો. તે તેના એક વિશ્વાસુ સાગરિત આશિક ઉર્ફે મલ્લીના સંપર્કમાં આવ્યા બાદ અતીકની ગેંગમાં જોડાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, થોડા વર્ષો પહેલા અરમાનને સિવિલ લાઇન્સ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને કેટલાક કારતુસ સાથે ધરપકડ કરી હતી અને જેલમાં મોકલી આપ્યો હતો. આ સિવાય તેનો કોઈ મોટો ગુનાહિત ઈતિહાસ નથી.