માફિયા અતિક-અશરફ હત્યા કેસ
ત્રણેય આરોપીઓનું પોલીસ સમક્ષ કબૂલતનામુ
‘ક્યાં સુધી નાના મોટા ગુના કરવા’
ગઈકાલે મોડી રાત્રે અતિક અને અશરફ અહેમદ બંન્ને ભાઈની પોલીસ સુરક્ષા વચ્ચે હત્યા થઈ ગઈ છે જે મુદ્દે પોલીસ પણ એલર્ટ છે. જોકે અતીક અને અશરફની હત્યા કરનાર ત્રણેય આરોપીની વાત કરવામાં આવે તો તે ત્રણેય આરોપી પેહલા પણ ગુના આચારી ચુક્યા છે. ત્રણેય આરોપીઓએ પોલીસની પૂછપરછમાં કબૂલ્યું છે કે, તેઓ અગાઉ પણ આવા નાના-મોટા ગુના આચરી ચુક્યા છે. તેમજ તમને જણાવી દઈએ કે, તેમની વિરૂદ્ધ અનેક કેસ પણ દાખલ થયેલા છે.
અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે, ત્રણેય આરોપીઓ એક મોટા ગેંગસ્ટર તરીકેની છાપ ઉભી કરવા માંગતા હતા. ત્રણેય આરોપીની ઈચ્છા હતી કે, બીજા આરોપીઓ જેમ તેમની પણ છાપ એવી ઉભી થાય કે, દરેક ઓળખે અને માફિયા ડોનના લિસ્ટ તેમનું પણ નામ હોય અને જેના માટે કરીને તેમણે અતિક અને અશરફની હત્યા કરી છે. આ ત્રણેય આરોપીઓને લાગ્યું કે, આ સમય અતિકને લઈ દેશમાં માહોલ પણ જબરદસ્ત છે અને તેની હત્યા કરવાથી તેમને મીડિયા કવરેજ પણ મળશે. પાપ્ત વિગતો મુજબ આ સિવાય ઘણી બધી જાણકારી આરોપીઓએ પોલીસને પણ આપી છે.
પોલીસના નિવેદન મુજબ આ ઘટના બાબતે કંઈ ખાસ જાણકારી ઉપલ્બધ થઈ નથી. જાણકારી ફક્ત એટલી જ સામે આવી છે કે, તેમણે અપરાધની દુનિયામાં નામ કમાવવા માટે આ હત્યા કરી છે. આરોપીઓ પોલીસ આગળ એક રટણ કરી રહ્યાં છે કે, મોટા ગેંગસ્ટર બનવા તેઓ માંગતા હતા અને જેના માટે કેટલો સમય નાના- મોટા અપરાધ કરતા જેના કરતા તેઓ અતિક-અશરફન હત્યા કરીને મોટા ગેંગસ્ટર બનવા માંગતા હતા.
તમને એ પણ જણાવી દઈએ કે, ત્રણેય આરોપીઓની ઓળખ થઈ છે જેમાં 1.બાંદાના રહેવાસી તરીકે લવલેશ તિવારી 2. હમીરપુરના વતની અરૂણ મૌર્ય 3. કાસગંજના નીવાસી સની તરીકે થઈ છે.