News Inside/ Bureau: 24 Fabruary 2023
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સુરતની જીવાદોરી પવિત્ર તાપી નદીના કિનારે આવેલ અંબરીષેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગુજરાત અને દેશના જાણીતા કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાના સાંદિપની આશ્રમના માનનીય ઋષિકુમારો દ્વારા સંપન્ન થનાર મહારુદ્ર અભિષેક યજ્ઞ અને ગુજરાત ના જાણીતા કલાકાર ધરા શાહના સ્વરમાં શિવ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અંબરીષેશ્વર મહાદેવ મંદિરના સમગ્ર ટ્રસ્ટીગણ અને આ વિચાર ને સાર્થક કરનાર રુદ્ર ડિજીટલ ટેકસટાઇલ ના શાલિન વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સાથે જ મંદિરના સમીપ આવેલ પવિત્ર તાપી નદીના કિનારાને શુદ્ધિકરણ કરવાની પણ શરૂવાત કરવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે સૌ સુરતવાસીઓ આ યજ્ઞ અને શિવ સંગીતના કાર્યક્રમનો લાભ લીધો હતો.
તા. 18 ફેબ્રુવારીએ મહાશિવરાત્રી નિમિત્તે ભાવિક ભક્તો અને સુરતના નામાંકિત નામી અનામી વ્યક્તિઓ ના સાથ સહકાર સાથે હિંદુ ધર્મના આ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન મહાદેવના સાનિધ્યમાં મહારુદ્ર અભિષેક કરવામાં આવ્યો હતો જે પૂરો દિવસ ચાલ્યો હતો અને ત્યારબાદ સાંજે “શિવોત્સવ” કાર્યક્રમ અંતર્ગત ભગવાન મહાદેવના ગુણગાન રજૂ કરતો એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણા સુરતના જાણીતા કલાકાર ધરા શાહ અને ટીમ દ્વારા શિવગાન નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત ના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ સહિત હજારો શિવભક્તોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને “શિવોત્સવ” કાર્યક્રમ અંતર્ગત હાજર રહી શિવગાન નો મહિમા સાંભળી ધન્યતા અનુભવી હતી.
આ ઉપરાંત તાપી નદીની સ્વચ્છતાના સંકલ્પ સાથે જ્યારે આજે સરકાર પણ તાપી શુદ્ધિકર્ણનો નીર્ધાર કરીને કાર્ય કરી રહી છે ત્યારે હિંદુ ધર્મમાં પવિત્ર નદીઓમાં સ્નાનનો મહિમા દર્શાવવામાં આવ્યો છે પરંતુ મંદીર ના કિનારા પર આવેલ તટમાં ગંદકીના કારણે ભક્તો આ લાભથી વંચિત રહી છે તે હેતુ સાથે અંબરીષેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ મંદિરની સમીપ આવેલ તાપી નદીના કિનારાને સાફ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને કાર્યની શરૂવાત પણ કરવામાં આવી છે અને આ ઉપરાંત સૌ સુરતવાસીઓ અને ભાવિક ભક્તોને પણ આ કાર્યમાં સહભાગી થવા વિનંતી કરવામાં આવી હતી.
સુરતના સૌ ભાવિક શિવભક્તોએ મહાશિવરાત્રી પ્રસંગે અંબરીષેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનનો લાભ લીધો હતો.