- વૈજ્ઞાનિકોએ પુરુષ ગર્ભનિરોધક ગોળી વિકસાવી
- સેક્સના 3 કલાક સુધી રોકી શકે છે પ્રેગનન્સી
- ઉંદરો પરનો પ્રયોગ રહ્યો ખૂબ સફળ
- આગામી સમયમાં માર્કેટમાં આવી શકે
- મહિલાઓને મળશે રાહત
અત્યાર સુધી તમે જોયું હશે કે મહિલાઓ અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે ગર્ભનિરોધક ગોળીઓ લે છે. પરંતુ બ્રિટનના વૈજ્ઞાનિકોએ પુરુષો માટે પણ પુરુષ ગર્ભનિરોધક ગોળીઓ વિકસાવવાનો દાવો કર્યો છે. પુરુષો માટેની આ ગર્ભનિરોધક ગોળી સંપૂર્ણપણે સુરક્ષિત અને અસરકારક હોવાનું જણાવાયું છે. જો બધું સારુ રહયું તો આગામી સમયમાં બજારમાં પુરુષ ગર્ભનિરોધક ગોળીઓ આવી શકે છે અને મહિલાઓને મોટી રાહત મળી શકે છે.
સેક્સના 30 મિનિટ પહેલા આ ગોળી ખાવાથી પ્રેગનન્સીથી બચી શકાય
નેચર કમ્યુનિકેશન્સ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સેક્સના 30 મિનિટ પહેલા આ ગોળી ખાવાથી ઓછામાં ઓછા બે કલાક સુધી પ્રેગનેન્સીથી બચી શકાય છે. સહ-લેખક ડો. જોચેન બક અને ડો. લોની લેવિન માને છે કે તેમની શોધ ગેમ ચેન્જર છે. બંનેનું કહેવું છે કે અત્યાર સુધી તો પુરુષો માટે માત્ર બે જ વિકલ્પ હતા, કોન્ડોમનો ઉપયોગ અથવા નસબંધી પરંતુ હવે પુરુષો માટે ગર્ભનિરોધક ગોળીનો પણ વિકલ્પ હોઈ શકે. બંનેનું કહેવું છે કે આ ગોળી એટલા માટે પણ જરૂરી હતી કારણ કે પુરુષો પ્રેગનેન્સી સાથે જોડાયેલા જોખમોને સહન નથી કરતા કારણ કે આ દુખાવો માત્ર મહિલાઓને જ થાય છે. આ સાથે જ સંશોધકોનું પણ માનવું છે કે પુરુષોમાં ગર્ભનિરોધકની સંભવિત આડઅસરોનો સામનો કરવાની ક્ષમતા ઓછી હશે.