અમદાવાદ:
અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ગામમાં મંગળવારે એક પરિવારના ત્રણ સભ્યો દ્વારા એક ઈન્ડિયા પોસ્ટ કર્મચારી અને તેની પુત્રીને ધારિયા અને ક્રિકેટ બેટથી હુમલો કરવામાં આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હુમલાખોરો દેખીતી રીતે આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર અને તેની પુત્રી – રાજેશ વ્યાસ (60) અને હિના (25) પર ગુસ્સે હતા – કારણ કે રાજેશ રહેણાંક જગ્યાની બહાર પોસ્ટ ઓફિસ ચલાવતો હતો અને તેના કારણે “હિન્દી ભાષી લોકોનું પડોશમાં આવન-જાવન” રહેતું હતું. તે ઉલ્લેખ કરવો જરૂરી છે કે વિઠ્ઠલાપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ફેક્ટરીઓનો ખુબ વ્યાપ થયેલ હોવાથી તાજેતરમાં દેશના અન્ય ભાગોમાંથી સ્થળાંતર કામદારોનો નોંધપાત્ર વધારો થયો છે.
તેમની એફઆઈઆરમાં, રાજેશ વ્યાસે જણાવ્યું હતું કે મંગળવારે, તે અને પોસ્ટમાસ્ટર રવિ પરમાર બ્રાહ્મણવાસ વિસ્તારમાં તેમના ઘરે ટપાલની ગણતરી કરી રહ્યા હતા, જે સાત વર્ષથી વિઠ્ઠલાપુર અને જેસંગપુરા ગામની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવે છે.
મારા પાડોશીઓ, જીગર વ્યાસ અને તેની માતા સરોજ, અંદર આવ્યા અને પોસ્ટ ઓફિસ રહેણાંકની જગ્યામાંથી ચલાવવામાં આવી રહી છે તે અંગે આક્રમક રીતે અમારી સાથે દલીલ કરવા લાગ્યા. તેઓએ અમને અન્ય જગ્યાએ જવા કહ્યું કારણ કે તેમને હિન્દી ભાષીઓ ટપાલ લેવા કે આપવા આવે તેઓનું આવવું અને જવું ગમતું નથી.
તેઓએ મારી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને દલીલો ઉગ્ર થતાં જિગર તેના ઘરે દોડી ગયો અને છરો લઈને પાછો આવ્યો. હિનાએ મને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે જીગરે તેને માર માર્યો. તેણે મને પણ માર્યો. જીગરની બહેન આરતી દોડી આવી. એક ક્રિકેટ બેટ હિનાના માથામાં માર્યું. પરમારે વચ્ચે પદિને મને અને હિનાને બચાવ્યા. જતા પહેલા જીગર, સરોજ અને આરતીએ મને મારી નાખવાની ધમકી આપી હતી આમ રાજેશે તેની એફઆઈઆરમાં જણાવ્યું હતું.
તેણે ઉમેર્યું હતું કે હિના અને તેને માંડલ તાલુકાના સીતાપુર ગામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વિઠ્ઠલાપુર પોલીસે ત્રણેય આરોપીઓ સામે જાહેર સેવકને તેની ફરજમાંથી રોકવા માટે ઈજા પહોંચાડી, ગુનાહિત ધાકધમકી અને ઉશ્કેરણી કરવાની ફરિયાદ દાખલ કરી.