News Inside/ Bureau: 23 May 2023
દિલ્હીની લિકર પોલિસીમાં કૌભાંડના સંબંધમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી છે. આ દરમિયાન દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ સિસોદિયાનો એક વીડિયો જાહેર કરીને દિલ્હી પોલીસ પર તેમની સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂછ્યું, શું પોલીસને ઉપરથી આવું કરવા માટે કહેવામાં આવ્યું છે?
पुलिसिया गुंडागर्दी चरम पर @msisodia का गर्दन पकड़कर खींचता हुआ ये पुलिस अधिकारी अपने आका को खुश करने के चक्कर में भूल गया की न्यायालय इसकी नौकरी भी ले सकता है।
मा.न्यायालय इस घटना का संज्ञान ले।
मोदी जी आपकी तानाशाही पूरा देश देख रहा है। pic.twitter.com/3jFB9KLcOR— Sanjay Singh AAP (@SanjayAzadSln) May 23, 2023
આતિશીએ મનીષ સિસોદિયાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક પોલીસકર્મી તેના ગળામાં હાથ નાખીને તેને દૂર લઈ જતા જોવા મળે છે. આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ દિલ્હી પોલીસ પર ઉગ્ર નિશાન સાધ્યું અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની માંગ કરી.