- ઘરફોડ ચોરી, ઢોર ચોરી વગેરે ચોરીના ૪૧ ગુન્હા કરનાર રીઢાચોરની ધરપકડ કરી
- SOG ની ટીમ દ્વારા છેલ્લા ૧ મહિનાથી જુદા જુદા વેશ ધારણ કરી આરોપીની વોચ ગોઠવી હતી
- નંદાસણ – કૈયલ વચ્ચેથી આરોપીની ઝડપી પાડયો
મહેસાણા : રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં અનેક પ્રકારની ચોરીના ગુન્હાને અંજામ આપતા જુદી જુદી MO ધરાવતા આરોપીઓ સામે પોલીસ ધ્યાન રાખતી હોય છે. જ્યારે મહેસાણા SOG દ્વારા એક રેઢાચોરની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે SOGની ટીમમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર, નરેશકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલગફાર, ધરમસિંહ, સંજયકુમારને મળેલ બાતમીના આધારે રીઢા ચોરની શોધખોળ શરૂ કરી હતી. આરોપી હિદાયતુલ્લા ઉર્ફે હિદો ઉર્ફે ભૂરો હરીજોદીન નુરઅલી સૈયદ છેલ્લા ૧૦ વર્ષથી જુદા જુદા પ્રકારની ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો. છેલ્લા ૨ વર્ષથી ગાંધીનગરમાં આચરેલ ચોરીના ગુનામાં નાસતો ફરતો હતો. મહેસાણા SOG ની ટીમ દ્વારા આ આરોપીની ધરપકડ કરી ૪૧ ઘરફોડ ચોરી અને ઢોર ચોરી વગેરેના ગુનાઓના ભેદ ઉકેલાયા છે.