ભારતમાં પહેલીવાર નદીની નીચે મેટ્રો દોડી, જુઓ વિડિઓ

0 minutes, 5 seconds Read
Spread the love

Kolkata Underwater Metro:  અંડરવોટર મેટ્રોના ટ્રાયલ રનનો એક વીડિયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કર્યો, કહ્યું કે આ એન્જિનિયરિંગનો એક ચમત્કાર છે.

  • ભારતમાં પહેલીવાર અંડરવોટર મેટ્રો દોડી 
  • કોલકાતામાં એન્જીનીયરોએ કમલ કરી બતાવ્યો 
  • હાવડા મેટ્રો સ્ટેશન દેશનું સૌથી ઊંડું સ્ટેશન બનશે

 

જે લોકો મેટ્રોમાં મુસાફરી કરે છે એમને ઘણી વખત જોયું હશે કે મેટ્રો જમીન ઉપર અને જમીનની નીચે ચાલે છે પણ શું તમે ક્યારેય નદીની નીચે ચાલતી અંડરવોટર મેટ્રો જોઈ છે? જણાવી દઈએ કે કોલકાતા મેટ્રોએ આ કમાલ કરી બતાવ્યો છે અને દેશમાં પહેલીવાર નદીની નીચેથી મેટ્રો પસાર થઈ છે.

આ એન્જિનિયરિંગનો એક ચમત્કાર છે
જાણવા જેવુ છે કે મેટ્રોએ હુગલી નદીની નીચે ટનલ બનાવી છે અને આ ટનલ દ્વારા મેટ્રો કોલકાતાથી હાવડા પહોંચી છે. નોંધનીય છે કે આ અંડરવોટર મેટ્રોના ટ્રાયલ રનનો એક વીડિયો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે ટ્વિટર પર શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ એન્જિનિયરિંગનો એક ચમત્કાર છે. આ સાથે જ હુગલી નદીની નીચે મેટ્રો રેલ ટનલ અને સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને કોલકાતાથી હાવડા સુધીના આ રૂટ પર મેટ્રો સેવાઓ આ વર્ષેમાં જ શરૂ થઈ જશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

હાવડા દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બની જશે
સાથે જ એ વાત જાણવા જેવી છે કે જ્યારે આ સેવા શરૂ થશે ત્યારે હાવડા દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બની જશે. મહત્વનું છે કે તે સપાટીથી 33 મીટર નીચે છે અને નદીની નીચે મેટ્રો માટે બે ટનલ બનાવવામાં આવી છે.

આ ટનલ અડધો કિલોમીટર લાંબી છે
નોંધનીય છે કે હુગલી નદીની નીચે બનેલી આ મેટ્રો ટનલ 520 મીટર લાંબી છે અને હાવડાથી એસ્પ્લેનેડ સુધીના રસ્તાની કુલ લંબાઈ 4.8 કિલોમીટર છે. આ સાથે જ 520 મીટરની પાણીની અંદરઆ ટનલ આવેલી છે. સાથે જ જો આગળ વાત કરીએ તો ટનલની લંબાઈ 10.8 કિમી અંડરગ્રાઉન્ડ છે અને આ અડધા કિલોમીટરની પાણીની અંદરની ટનલમાંથી મુસાફરો 1 મિનિટથી પણ ઓછા સમયમાં પસાર થશે.

જણાવી દઈએ કે કોલકાતા મેટ્રોની આ ટનલ લંડન અને પેરિસ વચ્ચેની ચેનલ ટનલમાંથી પસાર થતી યુરોસ્ટાર ટ્રેનની જેમ બનાવવામાં આવી છે.

 

દરરોજ 7 મહિના માટે યોજાશે ટ્રાયલ 
આ સાથે જ કોલકાતા મેટ્રોના જનરલ મેનેજર પી. ઉદય કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે, “આ માત્ર શરૂઆત છે અને આ રૂટ પર નિયમિત સાત મહિના સુધી ટ્રાયલ રન કરવામાં આવશે. એ બાદ ટૂંક સમયમાં જ સામાન્ય જનતા માટે નિયમિત સેવાઓ શરૂ થશે.

આ અંડરવોટર મેટ્રો ટનલનો નીચેનો ભાગ પાણીની સપાટીથી 36 મીટર નીચે છે. અહીં ટ્રેનો જમીનના સ્તરથી 26 મીટર નીચે દોડશે. તે કોઈ એન્જિનિયરિંગ અજાયબીથી ઓછું નથી. આ ટનલ 120 વર્ષની સર્વિસ લાઇફ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને નદીની સુરંગોમાં પાણીનું એક ટીપું પણ પ્રવેશી શકતું નથી.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!