Ahmedabad : ગુજરાત ટાઇટન્સે આઇપીએલમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ પર 55 રને પહેલી જીત મેળવી હતી. ગુજરાતની વર્તમાન સિઝનમાં પાંચમી જીત છે, જ્યારે મુંબઇએ ચોથી હાર ખમી છે. આ જીત સાથે ગુજરાત પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી ગયું છે.
મુંબઈએ 208 રનના લક્ષ્યનો સામનો કરતાં કેમેરૂન ગ્રીન 33 નેહાલ વધેરાએ 40 રન કર્યા સિવાય કોઈ ટકી શક્યું નહોતું. ગુજરાત વતી રાશીદ ખાને 2, નૂર મહોમ્મદે 3 અને મોહિત શર્માએ 2 વિકેટ ખેરવીને મૃંબઈની કમર તોડી નાખી હતી.અગાઉ, ડેવિડ મિલર, અભિનવ મનોહર અને રાહુલ તેવટિયાની વિસ્ફોટક બેટિંગથી આખરી 4 ઓવરમાં 70 રનનો ઉમેરો કરીને આઇપીએલની આજની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ગુજરાત ટાઇટન્સે 20 ઓવરના અંતે 6 વિકેટે 207 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ગુજરાત તરફથી ઓપનર શુભમન ગિલે આક્રમક અર્ધસદી પણ ફટકારી હતી. 1પ ઓવર બાદ ગુજરાત 170 આસપાસ પહોંચશે તેવી સ્થિતિ હતી, પણ અભિનવ મનોહરે 21 દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી 42, ડેવિડ મિલરે 22 દડામાં 2 ચોગ્ગા-4 છગ્ગાથી આતશી 46 અને રાહુલ તેવતિયાએ માત્ર પ દડામાં 3 છગ્ગાથી ઝંઝાવાતી ઇનિંગ રમીને મુંબઇને ભીંસમાં લાવી દીધું હતું અને ગુજરાતને 207 રનના સ્કોરે પહેંચાડી દીધું હતું.
અગાઉ શુભમન ગિલે 34 દડામાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાથી પ6 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કપ્તાન હાર્દિક 13 અને વિજય શંકર 19 રને આઉટ થયા હતા. મુંબઇ તરફથી પીયૂષ ચાવલાને બે વિકેટ મળી હતી. અર્જુન તેંડુલકરને 1 વિકેટ મળી હતી.