માઇક્રોસોફ્ટ, ગૂગલ પછી હવે YouTubeમાં પણ ભારતીય મૂળના CEO છે. જેના લીધે દુનિયાભરમાં ભારતનો ડંગો વાગી રહ્યો છે. વિશ્વની ટોપ કંપની YouTubeના ટોપ પોસ્ટ ઉપર બેઠેલાં બોસ ઇન્ડિયન છે, પરંતુ આ બોસની કહાની અન્ય લોકો કરતાં થોડી અલગ છે. નીલને ગૂગલે કંપનીમાં રોકી રાખવા માટે 544 કરોડ રૂપિયા આપવા પડ્યા હતા. ભારતીય મૂળના અમેરિકી નીલ મોહને ગુરુવારે યૂટ્યૂબની કમાન સંભાળી લીધી છે. YouTubeના સીઈઓ તરીકે મોહનનું પ્રમોશન થયું છે. તેઓ લાંબા સમયથી કંપની સાથે જોડાયેલાં છે. નીલ મોહન યૂટ્યૂબના પહેલાં CEO સૂસન ડાયને વોજસ્કીની જગ્યા લેશે. સૂસને હાલમાં જ પોતાના પદથી રિઝાઇન કર્યું છે. 54 વર્ષના વોજસ્કીએ કહ્યું કે તેઓ પોતાના પરિવાર સાથે વધારે સમય વિતાવવા ઇચ્છે છે. સાથે જ તેમના સ્વાસ્થ્ય અને વ્યક્તિગત જીવન ઉપર ધ્યાન આપવા ઇચ્છે છે. એટલે તેઓ આ પદ છોડી રહ્યાં છે. તેઓ વર્ષ 2014માં યૂટ્યૂબના CEO બન્યાં હતાં.
ટ્વિટરમાં ન જોડાય એ માટે 544 કરોડ રૂપિયા મળ્યા આ વાત 2008ની છે, જ્યારે નીલ DoubleClick Inc નામની કંપનીમાં કામ કરતાં હતાં. તે પછી આ કંપનીને ગૂગલે ખરીદી લીધી. તે સમયે ગૂગલે આ કંપનીમાં કામ કરી રહેલાં કોઈપણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા નહીં. જેથી, નીલ મોહનની ગૂગલ સાથે શરૂઆત થઈ ગઈ. ધીમે-ધીમે સમય વિત્યો. નીલને ટ્વિટરમાંથી નોકરી માટે ઓફર આવી. નીલ નોકરી છોડવાની તૈયારીમાં હતાં. નીલ કામમાં એટલાં પારંગત હતાં કે તેમના બોસ અને અન્ય સીનિયર અધિકારી તેમને જવા દેવા માગતાં નહોતાં. જ્યારે આ જોબ ઓફર અંગે ગૂગલના ટોપ ઓફિસર્સને જાણકારી મળી ત્યારે નીલને રોકવા માટે કંપનીએ તરત 100 મિલિયન ડોલર એટલે તે સમયના લગભગ 544 કરોડ રૂપિયા બોનસ તરીકે આપ્યાં હતાં. નોંધનીય છે કે 100 મિલિયન ડોલર્સનું બોનસ કંપની તરફથી ઘણાં ઓછા લોકોને જ મળે છે. ગૂગલમાં તે સમયે આટલી રકમ બોનસ તરીકે મેળવવી નીલ ચેરમેન એરિક શ્મિટ સિવાય નીલને જ મળી હતી.
કોણ છે નીલ મોહન?
નીલ મોહને ઔંડફોર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. નીલે પોતાના કરિયરની શરૂઆત ગ્લોરફાઇડ ટેક્નિકલ સપોર્ટ દ્વારા કરી હતી, જ્યાં તેમણે 60,000 ડોલર(49,68,510 રૂપિયા)નો પગાર મળતો હતો. આ સિવાય નીલે એક્સેન્ચરમાં સીનિયર એનાલિસ્ટના પદ ઉપર કામ કર્યું છે. પછી તેઓ DoubleClick Inc સાથે જોડાયા. આ કંપનીમાં 3 વર્ષ 5 મહિનામાં નીલ મોહને ડાયરેક્ટર, ગ્લોબલ ક્લાઇન્ટ સર્વિસિઝ જેવા પદ ઉપર કામ કર્યું. આ સિવાય લગભગ અઢી વર્ષ વાઇસ પ્રેસિડેન્ટ બિઝનેસ ઓપરેશનની જવાબદારી સંભાળી.
તે પછી નીલ માઇક્રોસોફ્ટ સાથે જોડાયા, અહીં 4 મહિના કામ કર્યા પછી તેઓ ફરી DoubleClick Incમાં પાછા ફર્યાં. અહીં નીલે 3 વર્ષ કામ કર્યું. DoubleClick Inc પછી તેમણે 2008માં Senior Vice President, Display and Video Ads તરીકે ગૂગલમાં કામ શરૂ કર્યું. વર્ષ 2015માં તેમને યૂ-ટ્યૂબના ચીફ પ્રોડક્ટ ઓફિસર બનાવી દેવામાં આવ્યાં હતાં.
આ કંપનીઓના માલિક પણ ભારતીય મૂળના છે
યૂ-ટ્યૂબની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇંકના સીઈઓ સુંદર પિચાઈ ભારતીય મૂળના છે. ત્યાં જ, માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા, એડોબની સીઈઓ શાંતનુ નારાયણ અને આઈબીએમના સીઈઓ અરવિંદ કૃષ્ણા સહિત દુનિયાની અનેક કંપનીઓને ભારતીય મૂળના લોકો ચલાવી રહ્યા છે.