કહેવત છે કે,સુખી રાજા તો તેની પ્રજા પણ સુખી, પણ રાજા વિના પ્રજાના બેહાલ થાય છે જો કે, વર્તમાનમાં લોકોશાહી છે તે અનુંસધાને કાર્ય થતાં હોય છે જેમાં સરપંચથી લઈ વડાપ્રધાન અને તલાટી કમ મંત્રીથી લઈ રાષ્ટ્રપિતની પ્રક્રિયા દ્વારા સમગ્ર દેશની સાશનની ધુરા ચાલતી હોય છે પરંતુ એક કિસ્સો ભાવનગરના ગારિયાધારથી સામે આવ્યો છે જ્યાં 20 દિવસથી કોઈ જ ચીફ ઓફિસર ન હોવાથી વહીવટી કામ ખાડે ગયું છે. ગારિયાધાર નગરપાલિકામાં છેલ્લા 20 દિવસથી કોઈ જ ચિફ ઓફિસર હાજર ન થતાં પાલિકાનો વહીવટી કામ કથળી ગયો છે.
પાલિકાના કર્મચારીઓનો પગાર ચુકવાયો નથી. ગારિયાધાર નગરપાલિકાના 150 જેટલા કર્મચારીઓનો માર્ચ મહિનોનો પગાર હજુ ચુકવાયો નથી જેને લઈ કર્મચારીઓમાં પણ રોશ જોવા મળી રહ્યો છે. જો કે કર્મચારીઓના જણાવ્યા મુજબ પહેલા 1થી10 તારીખ સુધીમાં પગાર ચુકવાઈ જતો હતો પરંતુ આ વખતે 18 તારીખ થઈ ગઈ પરંતુ હજુ સુધી તેમનો પગાર આવ્યો નથી.
ચીફ ઓફિસરને લઈ સમગ્ર મામલો એવો છે કે, ગારિયાધાર પાલિકાનો પાલિતાણાના ચિફ ઓફિસરને ચાર્જ 27 માર્ચે સોંપવામાં આવ્યો હતો પરંતુ પાલિતાણાના ચિફ ઓફિસર સોલંકી હાજર ન થતાં. ફરી 31 માર્ચે શિહોર નગરપાલિકાના ચિફ ઓફિસરને ચાર્જ સોંપાવામાં આવ્યો છે પરંતુ તેઓ પણ હજુ સુધી હાજર થયાં નથી. ગારિધારના લોકો જણાવી રહ્યાં છે કે, છેલ્લા 12 વર્ષથી નબળી રાજનીતિને કારણે કોઈ કાયમી ચિફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી નથી. આમ ગારિધાર પાલિકાના કર્મચારીઓ સહિત નાગરિકોમાં રોશ જોવા મળી રહ્યો છે.