રાજ્યમાં ગરમીનો પારો હવે હાઈ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે સિગ્નલને લઈ મહત્વનો નિર્ણય લેધી છે. શહેરમાં આજથી એટલે કે શુક્રવારથી બપોરે 12 વાગ્યાથી લઈ સાંજના 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રખાશે. શહેરના લગભગ 127 સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ સૌથી વધુ ટ્રાફિક ધરાવવતા 58 સિગ્નલના સમયમાં ઘટાડો કર્યો છે. જ્યાં 25 સેક્ન્ડની જગ્યાં 20 કરાયો છે. જો કે, શહેરના તાપમાનનની વાત કરવામાં આવે તો ગઈકાલે મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી જોવા મળ્યું હતું.
કાળઝાળ ગરમીને લઈ વાહન ચાલકો માટે વધુ એક નિયમ હળવો કર્યો છે. સિગ્નલ બ્લિન્કર મોડ હોવાથી કેટલાક ટ્રાફિક નિયમ ભંગ બદલ પણ ઈ મેમો નહીં અપાય. તમને જણાવી દઈએ કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા પણ ગરમીને લઈ નાગરિકો માટે વિવિધ વ્યવસ્થા કરાઈ છે જમાં હિટ વેવના દર્દીઓ માટે 20 બેડની સુવિધ સ્ટેનડ બાય રખાઈ છે તો વિવિધ સર્કલો પર પાણીની પરબ પણ શરૂ કરાઈ છે. તેમજ કોર્પોરેશન સંચાલિત બાગ-બગીચાના સમયમાં પણ વધારો કરાયો છે. ટ્રાફિક સમસ્યાને નિર્મુલન કરતા કર્મચારીઓ ગરમીથી કઈ રીતે બચી શકે તેમને હિટવેવની અસર થાય તો શું કરવું જેવી વિવિધ બાબતોની પણ સુચનાઓ અપાઈ છે.
શહેરના લોકો રેબજેબ પરસેવો કરતી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે ત્યારે તેમને શહેરના વિવિધ રસ્તાઓ પર હવે વઘુ ઉભુ રહેવુ પડશે નહી. પાપ્ત વિગતો મુજબ વર્તમાનમાં શહેરમાં 252 સર્કલ આવેલા છે જ્યાં સિગ્નલની સુવિધા છે અને જમાંથી 30 જેટલા એવા પણ સિગ્નલ છે જ્યાં ટ્રાફિકનો સિલસિલો વધુ પડતું જોવા મળે છે. ત્યારે આ બધાની વચ્ચે ગરમીથી બચવાના વિવિધ નિર્ણયોથી નાગરિકોની મુશ્કેલીમાં ઘટાડો થશે.