News Inside: ગુજરાત વિદ્યાપીઠમાં 50 કર્મચારીઓને મકાન ખાલી કરવા કાર્યકારી કુલસચિવે નોટિસ ફટકારી છે. કાર્યકારી નોટિસમાં કર્મચારીઓને જણાવ્યું છે કે, એક મહિનામાં મકાન ખાલી નહીં કરે તો મકાનનું બજાર ભાડું લેવામાં આવશે. જો કે, આ નોટિસ પાઠવતા કર્મચારીઓમાં દોડધામ મચી છે. અત્રે તમને જણાવી દઈએ કે, આ કર્મચારીઓ વર્ષોથી વિદ્યાપીઠમાં કામ કરતા હતાં.
ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રારે કહ્યુ છે કે, વર્ગ-4ના કર્મીઓને કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં આ નોટિસ ફટકારવામાં આવી છે. જેઓ વર્ષોથી વિદ્યાપીઠના કેમ્પસમાં આવેલા મકાનમાં રહે છે જેમને ખાલી કરવા નોટિસ અપાઈ છે. જો કે, તમને સમય પણ અપાયો છે, 1 જૂન સુધીમાં તેમને આ મકાનો ખાલી કરવાના રહેશ તેમજ જો આ લોકો 1 જૂન સુધી પણ ખાલી નહીં કરે તો તેમની પાસેથી બજાર ભાડું વસુલ કરવામાં આવશે.
જો કે, આ ખાલી કરવવા પાછળનો ઉદ્શ્ય છે કે, વર્ગ-4ના 50 કર્મચારીઓનો કોન્ટ્રોક્ટ પૂર્ણ થઈ રહ્યો છે તેમજ વધુમાં રજિસ્ટ્રારે કહ્યું કે, આ ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ઉમેદવારોની સ્કિલ અને અભ્યાસના આધારે ભરતી કરાશે. નવાઓને તક મળે તે વિદ્યાપીઠનો ઉદ્દેશ્ય છે. જો કે, આ મામલે એક કર્મચારીએ પણ તેની વ્યથા ઠાલવી છે કે, અમને દરરોજનું ફક્ત 350 રૂપિયા મહેનતાણું ચુકવાતું હતું જેમાં મડિકલ, પીએફ કપાય છે. પરંતુ અમને રહેવાની સુવિધા મળતી હતી એટલે અમને પોસાતું હતું. બીજી બાજુ કે, અમારી ઉંમર પણ થઈ ગઈ છે એટલે હવે અમને બીજી જગ્યાએ નોકરી પણ સરળતાથી નહી મળે.