News Inside:રાજ્યમા ધર્મના નામે તોતિંગ કરનારા પાંખડી ભૂવાઓ બેફામ બની રહ્યાં હોય તેવા અવાર-નવાર કિસ્સાઓ સામે આવતા હોય છે. વધુ એક વાર રાજકોટમાં તંત્ર-મંત્ર વિદ્યાના નામે લાખોની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ કિસ્સામાં ભૂવાએ પરિવાર પાસેથી સવા લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં ધર્મ-તોતિંગ અને આંડબર તેમજ અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, નિ:સંતાન દંપતીએ બાળકની ઝંખનામાં અંધશ્રદ્ધા અને તોતિંગના ચક્કરમાં આવી ગયો અને એક ભૂવા પાસે ગયો હતો જ્યાં ભૂવાએ અનેક બાંધા-બંઘીઓના નામે દંપતિ પાસેથી સવા લાખ પડાવી લીધા હતાં તેમજ આ બધાની વચ્ચે દંપતિને બાળક પાપ્તીની પણ ખાતરી આપી હતી. જો કે, થોડા સમય માટે બાળક પાપ્તી થઈ નહી અને ત્યાર બાદ મહિલા ગર્ભવતી થઈ પરંતુ બાળક અવિકસિત જન્મતાં પરિવારની આંખ ઉઘડી અને તેમણે પાંખડી ભૂવાની છેતરપિંડીનો ખ્યાલ આવતા તેમણે ફરિયાદ નોંધાવી હતી.
જો કે, સમગ્ર મામલે દંપતિએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાંખડી ભૂવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બાબતે વિજ્ઞાન જાથાને પણ ફરિયાદ મળી છે અને તેમણે આવા પાંખડીઓથી દૂર રહેવા માટે સુચના પણ આપી છે.