અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે તેમજ શહેરમાં વર્તમાનમાં વાહન ચોરીની પણ ઘટના વધી છે ત્યારે પોલીસ પણ એલર્ટ બની છે. અગાઉ વાહનચોરીના ગુનાઓમાં પકડાયેલ આરોપીને ચોરીના એકટીવા સાથે ઝડપી વાહનચોરીના ગુનાનો ભદે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ઉકેલ્યો છે તો બીજી તરફ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પાટી પ્લોટમાાંથી વાહન ચોરી કરતા શખ્સને એક એક્ટિવા સહિત મુદ્દામાલ સહિત અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપી સમીરખાન ઉર્ફે પલ્ટી ર્ફારૂખખાન નાથુખાન પઠાણને વટવા બીબીતળાવ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો છે. આરોપી પાસેથી ગ્રે કલરનુ એકટીવા નંબર જીજ-ે ૨૭-બીજ-ે ૮૩૫૮ ઝડપી લીધો છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પાટી પ્લોટમાાંથી વાહન ચોરી કરતા શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી નિખીસ જયેન્દ્રભાઈ વ્યાસને નરોડા સુતરના કારખાના ત્રણ રસ્તા પરથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી એક્ટિવા નં. જી.જ-ે ૦૧-એલકે-૫૬૧૧ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ડીસેમ્બર -૨૦૨૨માં નરોડા ખાતે મેવાડા પાટી પ્લોટના પાકીર્માંથી એકટીવા ચોરી કરી હોવાની આરોપીએ કબૂલાત કરી છે.