એર ઈન્ડિયા પાયલોટ્સની નવી સેવાઓ અને શરતોમાં બદલાવ, આ ફેરફારને એસોસિએશને ગણાવ્યો ગેરકાયદેસર, HRને મોકલી કાનૂની નોટિસ | NEWS INSIDE gujarati news

0 minutes, 0 seconds Read
Spread the love

એર ઈન્ડિયા કોમર્શિયલ પાઈલટ્સ એસોસિએશને તેમના પાઈલટ્સની સેવાના નિયમો અને શરતોમાં ફેરફારનો વિરોધ કરતી કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સેવાની શરતોમાં જે પ્રકારનો સુધારો કરવામાં આવ્યો છે તે ગેરકાયદેસર છે. 16મી અને 17મી એપ્રિલે એર ઈન્ડિયાની એચઆર ટીમ દ્વારા મોકલવામાં આવેલા મેઈલથી એસોસિએશનના સભ્યો અસંજસમાં મુકાઈ ગયા હતા.

એર ઈન્ડિયામાં 4 વર્ષથી કમાન્ડર તરીકે કામ કરી રહેલા પાઈલટોને મોકલવામાં આવેલા મેઈલમાં જણાવવામાં આવ્યું છે કે, અભિનંદન! તમને વરિષ્ઠ કમાન્ડર તરીકે બઢતી આપવામાં આવે છે, જે એક કાર્યકારી ભૂમિકા છે. કોમર્શિયલ પાઇલોટ્સ એસોસિએશન દ્વારા એડવોકેટ ભરત ગુપ્તા દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સિનિયર કમાન્ડર તરીકે કામ સાથે પાયલોટ પ્રબંધનના કામોની જવાબદારી રહેશે અને માસિક મેનેજમેન્ટ ભથ્થા માટે પાત્ર રહેશો.

આ ઈમેલ સાથે વળતરની વિગતો સાથે સુધારેલી રોજગારની શરતો પણ જોડવામાં આવી હતી અને પાઈલટ્સને આ શરતોને ધ્યાનથી વાંચવા અને 24 એપ્રિલ 2023 સુધીમાં ઈ-સઈન કરવા જણાવવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઈમેલની સામગ્રી ગોપનીય છે અને તેને ક્યાંય પણ ફેલાવવી જોઈએ નહીં. કાનૂની નોટિસ જણાવે છે કે, આવી કાર્યવાહીક સેવાના નિયમો અને શરતોના અન્યાયી અને ડરાવવા જેવી છે અને સંપૂર્ણ તે ગેરકાયદેસર પણ ગણાયા છે. કાનૂની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947ની કલમ 9A હેઠળ નોટિસ જારી કર્યા વિના પાઇલટ્સની કોઈપણ વર્તમાન સેવાની શરતોને એકપક્ષીય રીતે બદલી શકાતી નથી.

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે પાઇલોટ્સ અને કેબિન ક્રૂ માટે તાજેતરનું નવું પગાર માળખું વિવિધ જૂથો વચ્ચે સમાનતા લાવશે, ઉત્પાદકતાને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કરારો વ્યક્તિગત રીતે મોકલવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં સંબંધિત લોકો દ્વારા સ્વીકારવામાં પણ આવ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!