NEWS INSIDE Gujarati News : પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પોલીસે જણાવ્યું કે તેની એનએસએ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેની પાસે બચવાનો કોઈ જ રસ્તો બચ્યો ન હતો. પંજાબ પોલીસે NSA હેઠળ 6:45 વાગ્યે તેની ધરપકડ કરી હતી. આપને જણાવી દઈએ કે, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તેને ડિબ્રુગઢ લઈ રવાના થઈ ગઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઓપરેશન પંજાબ પોલીસ અને ઈન્ટેલિજન્સનું સંયુક્ત હતું. અમૃતપાલ સિંહ 35 દિવસથી દબાવમાં હતો અને તે સતત ભાંમગ રહ્યો હતો. કાયદો પોતાનો માર્ગ અપનાવશે અને પંજાબના લોકોએ અત્યાર સુધી શાંતિ જાળવી રાખી છે જેના માટે લોકોનો આભાર. પંજાબમાં કોઈને પણ તંગદીલી ફેલાવવાની પરવાનગી આપવામા આવશે નહીં અને જે આ પ્રકારનું પ્રયાસ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સવારે પોલીસે સંયમ સાથે ગામોને ઘેરી લીધા અને જાણ્યું કે ગુરુદ્વારા સાહિબ અંદર છે. પોલીસે ગુરુદ્વારા સાહિબનું સન્માન કર્યું અને તેની અંદર ન ગઈ. અને તેને માહિતી પોહોંચી ગઈ હતી કે કે ચારો તરફથી ઘેરાયેલો છે. આ પછી તેની રોડેગાંવથી ધરપકડ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, પંજાબ પોલીસ અમૃતપાલ સિંહને વિમાનમાં ડિબ્રુગઢ લઈ જઈ રહી છે. તેને ભટિંડા એરપોર્ટથી વિશેષ વિમાનમાં ડિબ્રુગઢ લઈ જવામાં આવી રહ્યો છે. પંજાબ પોલીસથી 36 દિવસથી ફરાર થઈ ભાંગી રહેલા અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. તે 18 માર્ચથી ફરાર હતો. પોલીસે તેની શોધમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ તે વારંવાર પોલીસને ચકમો આપી ભાંગી છુટતો હતો. જો કે, 23 એપ્રિલના રોજ માહિતી મળતાની સાથે જ પોલીસે તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને તેની ધરપકડ કરી હતી. અગાઉ ફરાર થયા બાદ અમૃતપાલ સિંહે પોલીસને ચકમો આપવા માટે વારંવાર વાહનો અને પોતાનું સ્થાન બદલ્યું હતું. પંજાબની બહાર ભાગવામાં પણ સફળ રહ્યો હતો. આ પછી પંજાબ પોલીસે દેશભરમાં એલર્ટ જાહેર કર્યું હતું.આ સર્ચ ઓપરેશન દરમિયાન અમૃતપાલ સિંહના ઘણા નજીકના સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.