વર્તમાનાં લગ્નની સિઝન ચાલી રહી છે. આમાં કારના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. જો તમે નવી કાર ખરીદવાની તૈયારીમાં છો તો કેટલીક તમારા ઉપયોગી વાતો જાણી લેજો જે તમારી ગાડીના ઈન્સોરેશનમાં ફાયદો કરાવી શકે છે. જો તમે ગાડીના ઈન્સોરેશનમાં ઉતાવળે નિર્ણય લો છો તમારા માટે નુકાસાનકારક સાબિત થઈ શકે છે. તમારે ગાડી ખરીદતા પહેલા કેટલીક બાબતો જાણી લેવી જોઈએ જેમ કે, આ કારની બાબતમાં એક્સપર્ટનો શું માનવું છે તેમજ પૈસાની બચત કઈ રીતે કરી શકાય. વીમા નિષ્ણાતોના મતે નવી કાર ખરીદનારા ગ્રાહકો કાર ડીલરશીપ પાસેથી ખરીદવાને બદલે ઓનલાઈન વીમો ખરીદે તો સારી રકમ બચાવી શકે છે. જો તમારી પાસે 10 લાખ રૂપિયાની કાર છે તો તમે સરળતાથી 10,000 રૂપિયા બચાવી શકો છો અને જો દસ લાખથી મોંઘી કાર ખરીદો છો તો તમે વીમાં ખરીદીમાં વધુ બચત પણ કરી શકો છો. વધુમાં તમને જણાવી દઈએ કે, જો તમારે ઈન્સોરેન્સ રિન્યુ કરવાનો છે તો પણ ઓનલાઈન ચોઈસ કરશો તો સારી એવી બચત કરી શકશો.
જે બાબતે વીમા નિષ્ણાંતોનું માનવું છે કે, ગ્રાહકે કોઈપણ પોલિસી લેતા પહેલા પોલિસીની ઓનલાઈન ચકાસણી અને તેની સરખામણી કરવી જોઈએ. જો તમે આ બાબતમાં થોડો પણ સમય બગાડશો તો સારી એવી બચત કરી શકશો સાથો સાથ તમને જણાવી દઈએ કે, જો તમે પોલિસીની ઉપલ્બધ સુવિધાની ચકાસણી કરશો તો પણ ખુબ જ જાણવા મળશે અને કેટલીક છેતરપિંડીથી બચી શકશો. જો તમને ઉદાહરણ આપી સમજાવું કે, ડીલર 1.6-લિટર એન્જિન સાથે મધ્યમ કદની સેડાન ગાડીનો વીમો લેવા માટે રૂ. 35,000 નું પ્રીમિયમ ચાર્જ કરે છે. જ્યારે તમે ઓનલાઈન સર્ચ કરશો ત્યારે એ જ કારનો વીમો લગભગ રૂ.26,000માં મળી થશે. જો તમે ડીલર પાસેથી 2.2 લીટર એન્જિનવાળી એસયુવીનો વીમો ડીલરશીપ પાસેથી લો છો તો 60થી70 હજાર થશે અને જો તમે ઓનલાઈન તે જ પોલિસી ચેક કરો છો તો 45 હજારમાં મળી જશે.
નિષ્ણાતોનું માનવું છે કે, કાર અકસ્માતમાં દુર્ઘટનામાં ગાડીમાં થયેલા નુકસાનની રકમનો એક અંદાજ લગાવવો ખૂબ જ જરૂરી બને છે. જો તમારે નુકસાની રકમથી દાવો કરેલી રકમ ઓછી છે તો તે રકમને છોડી શકો. જો તમે સામાન્ય નુકસાનમાં કલેમ્પ કરવાનો દાવો ઓછો કરો છો તો રિન્યુબલ સમય ઓછો પ્રેમિયમ લેવો જોઈએ. જો વીમો લેનાર વ્યક્તિ આખા વર્ષ દરમિયાન કોઈ વીમાનો દાવો ન કરે તો કંપની તેને બોનસમાં નો ક્લેમ બોનસનો લાભ આપતી હોય છે.