બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી બબીતા કપૂર આજે પોતાનો 76મો જન્મદિવસ ઉજવી રહી છે. 60-70ના દાયકામાં હિન્દી સિનેમા જગત પર રાજ કરનાર બબીતા કપૂરે ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હોય પરંતુ તેમ છતાં તે હેડલાઈન્સમાં રહે છે. કરીના કપૂર અને કરિશ્મા કપૂરે તેમની માતાના ન જોયેલા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા અને ખૂબ જ ખાસ રીતે તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી. બબીતા કપૂર પોતાના કરિયરની સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે.
કરીના કપૂરે તેની માતા બબીતાના જન્મદિવસ પર ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે જેમાં બબીતા તેના પૌત્ર જેહ સાથે હસતી જોવા મળે છે. આ તસવીરમાં જેહે તેની દાદી સાથે પોઝ આપ્યો છે. કરીનાએ તસવીર સાથે લખ્યું, ‘મારી માતા.. મારું પહેલું ઘર… મારું કાયમનું ઘર… અત્યાર સુધીની સૌથી સુંદર વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા. આ તસવીર સાથે લખ્યું છે કે, બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ કરીનાની માતા બબીતાને શુભેચ્છા પાઠવતા જેહની તુલના કરીનાના બાળપણ સાથે કરી હતી.
20 એપ્રિલ 1947ના રોજ કરાચીમાં જન્મેલી બબીતાનું ફિલ્મી કરિયર ભલે 6થી 7 વર્ષ સુધી ચાલ્યું હોય પરંતુ તેણે થોડા વર્ષોમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી બબીતાનો આખો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો હતો. જ્યાંથી તેની ફિલ્મી કરિયરની શરૂઆત થઈ હતી. પરંતુ અભિનેતા રણધીર કપૂરના પ્રેમમાં પાગલ બનેલી બબીતાએ લગ્ન માટે કપૂર પરિવારની શરત સ્વીકારી હતી કે તે લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દેશે. 6 નવેમ્બર 1971ના રોજ રણધીર કપૂર સાથે લગ્ન કર્યા બાદ કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન 1974ના રોજ થયો હતો. આ પછી કરીનાનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ થયો હતો.