પ્રિયંકા ચોપરા માત્ર બોલિવૂડ અભિનેત્રી જ નથી રહી પરંતુ હવે તે વૈશ્વિક ઓળખ મેળવી છે. તેણે ઇન્ડસ્ટ્રીમાં આ સ્થાન પોતાના દમ પર હાંસલ કરી લીધું છે. પ્રયિંકા ચોપરાએ પ્રથમ ફિલ્મમાં નેગેટિવ રોલ ભજવ્યો હતો અને તે પ્રિયંકા રોલ કરવું તેને પસંદ ન હતો.
પ્રિયંકા ચોપરાએ ફિલ્મ અંદાજથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ તેની કારકિર્દીની હિટ ફિલ્મોમાંની એક હતી. પહેલી જ ફિલ્મથી પ્રિયંકાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની પકડ જમાવી લીધી હતી. પરંતુ એવું કહેવાય છે કે, જ્યારે અભિનેત્રીને ખબર પડી કે પહેલી ફિલ્મમાં તેનું રોલ નેગેટિવ અભિનેત્રીનું છે ત્યારે તે ખૂબ જ રડી હતી અને ફિલ્મ અંદાજના નિર્માતા સુનીલ દર્શને આ વાતનો ખુલાસો કર્યો હતો.
સિદ્ધાર્થ કાનન સાથેની મુલાકાત દરમિયાન સુનીલ દર્શને પ્રિયંકા સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, તેણે ઈન્ડસ્ટ્રીની તમામ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. જેમાં જૂહી ચાવલા, કરીના કપૂર, કરિશ્મા કપૂર, મીનાક્ષી જેવી હિરોઈન સામેલ છે. પરંતુ, પ્રિયંકા સાથે કામ કરવાનો અનુભવ અલગ હતો. નિર્માતાએ કહ્યું કે તે સમય દરમિયાન આ છોકરી કે તો મોટી સફળતા મેળવવાની હતી અથવા તો તે કાયમી માટે રિજેક્ટ થવાની હતી.
પ્રિયંકાને પહેલી મુલાકાતમાં જોઈને જ તેમને લાગ્યું કે આ છોકરીમાં કેટલીક ખામીઓ છે જેને સુધારવાની જરૂર છે. નિર્માતાએ જણાવ્યું કે, તેનો રંગ કાળો હતો પરંતુ તેને કામ કરવાની ભૂખ હતી. મારું આખું યુનિટ, મારી આખી ટીમ, રાજ કંવર, અક્ષય અને ત્યાં રહેલા બધાએ લારા દત્તાના વખાણ કર્યા હતા પરંતુ નેગેટિવ એક્ટિંગ પછી પણ લોકોએ પ્રિયંકાને ખૂબ જ પસંદ કરી.