જો તમે સલમાન ખાનના ચાહક છો તો તેની 1989માં આવેલી ફિલ્મ મૈને પ્યાર કિયા તમારી ફેવરિટ હશે. આ ફિલ્મથી સલમાન ખાન અને ભાગ્યશ્રીનું નસીબ ચમક્યું હતું. આ ફિલ્મ બાદ ભાગ્યશ્રી તેનો ઘર વસાવી લીધો હતો અને ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ હતી ત્યાં સલમાન ખાન હજુ પણ સિંગલ છે અને હવે તેણે ‘સુમન’ અને ‘જીવન’ની દીકરીઓ સાથે પોઝ આપ્યો છે. સલમાન ખાન અને તેની બહેન અર્પિતાની ઈદ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પાર્ટીની એક તસવીર પ્રનૂતન બહેલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જેને જોઈને ફેન્સને ‘મૈંને પ્યાર કિયા’ યાદ આવી ગઈ જેવી કોમેન્ટ કરી રહ્યાં છે.
સૂરજ બડજાત્યાની સુપરહિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં સલમાન ખાને ‘પ્રેમ’ નામનું પાત્ર ભજવ્યું હતું જ્યારે ભાગ્યશ્રીએ ‘સુમન’ અને મોહનીશ બહલે ‘જીવન’નું પાત્ર કિરદાર ભજવ્યો હતો. ઈદના અવસર પર મોહનીશ બહેલની પુત્રી પ્રનૂતન અને ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા દાસાનીએ સલમાન ખાન સાથે એક ફોટો ક્લિક કર્યો હતો જેને પ્રનૂતને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા જબરદસ્ત લોકોએ કોમેન્ટ કરી રહ્યાં છે. પ્રનૂતને લખ્યું, ‘મેંને પ્યાર કિયા મલ્ટિવર્સમાં મેં, જીવનની દીકરી અને સુમનની દીકરી સાથે સાથ.’
સલમાન ખાન 57 વર્ષની ઉંમરે પણ સિંગલ છે અને તેના માતા-પિતા સાથે રહે છે. સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો બીજી તરફ જો આપણે સલમાન ખાનની હિરોઈન ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા દાસાનીની વાત કરીએ તો તેણે મનોરંજન ઉદ્યોગમાં વેબ સિરીઝ ‘મિત્યા’થી એન્ટ્રી કરી છે. મોહનીશ બહેલની પુત્રી પ્રનૂતને વર્ષ 2019માં ફિલ્મ ‘નોટબુક’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પર પ્રનૂતનની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. પ્રનૂતનને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે.