News Inside: દેશની રાજધાની દિલ્હીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એક ડ્રાઈવરે એક વ્યક્તિને પોતાની કારના બોનેટ પર લટકાવીને લગભગ 3 કિલોમીટર સુધી ઘસેટ્યો હતો. આ ઘટના દિલ્હીના સનલાઈટ વિસ્તારની હોવાની વિગતો છે. તેમજ આરોપી બિહારના નવાદાના સાંસદ ચંદન સિંહનો ડ્રાઈવર હતો. જો કે ઘટનાની માહિતી સામે આવતાની સાથે જ દિલ્હી પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
ઘટના રવિવાર રાત લગભગ 11 વાગ્યાના આસપાસ કાર આશ્રમ ચોકથી નિઝામુદ્દીન દરગાહ તરફ આવી રહી હતી. ત્યારે એક વ્યક્તિ કારના બોનેટ પર લટકતો જોવા મળ્યો હતો. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, તમને જણાવી દઈએ કે, પીડિતાનું નામ ચેતન છે. ચેતનના કહેવા પ્રમાણે, જ્યારે તે એક મુસાફરને ઉતારીને પોતાની કારમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે પાછળથી એક કાર આવી અને તેને બે-ત્રણ વાર ટક્કર મારી. ભાનમાં આવતાં તે પોતાની કારમાંથી બહાર નીકળી ગયો હતો ત્યારપછી આરોપી ડ્રાઈવરે તેની કાર આગળ ધકેલી દીધો હતો અને કારના બોનેટ પર લટકતો રાખ્યો હતો. તેણે કાર રોકવા માટે વારંવાર આજીજી કરી હતી પરંતુ આરોપી ડ્રાઈવર માન્યો નહીં અને કાર સતત ભગાડતો રહ્યો.
જો કે, બાદમાં પોલીસકર્મીઓ રસ્તામાં ઉભેલા જોવા મળ્યા હતા. પોલીસે યુવકને કાર પર લટકતો જોયો ત્યારબાદ વાહનનો પીછો કર્યો અને તેણે અટકાવ્યાો હતો. સાંસદ ચંદન સિંહે એક મીડિયા કર્મીને કહ્યું કે, તેમને પણ આ ઘટનાની જાણ થઈ છે જોકે, તેણે ડ્રાઈવર સાથે કોઈ વાત કરી નથી. બે ડ્રાઈવર વચ્ચે પરસ્પર લડાઈનો મામલો સામે આવ્યો છે. આ કાર તેના ભાઈ કન્હૈયા સિંહના નામે છે. ચંદન સિંહે જણાવ્યું કે, તે પટનાથી નવાદાના રસ્તે છે અને તેઓ દિલ્હીમાં નથી.