News Inside: રાજ્યમાં ફરી આફતી વરસાદની મોસમ શરૂ થઈ છે ભર ઉનાળે હવામાન વિભાગ પણ વારંવાર કમોસમી કમઠાણની આગાહી કરી રહ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગ ફરી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ આજે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં ધાનેરના બોડર વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ પડ્યો છે. ધાનેરાના બાપલા, કુંડી, વાછોલ,માંડલ સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની શક્યતાઓ છે. આજે રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી, રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભાવના કરી તો આ બધાની વચ્ચે કેટલક વિસ્તારમાં વરસાદ પણ વરસ્યો છે. જે વરસાદના પગલે ખેડૂતો પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે આજે સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, બનાસકાંઠા, પાટણ, કચ્છ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 30મી એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, દાહોદમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.