ટેટ-2ના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. TET-2ના સંખ્યાબંધ ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરાયો છે. અમદાવાદ અને વડોદરા સ્થિત પરીક્ષા કેન્દ્રોમાં મોટા પાયે ફેરફાર કરાયા છે. જે બાબતે TET-2ના ઉમેદવારોને રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પર જઈ એક વખત ફરી પરીક્ષા કેન્દ્ર ફેરફાર બાબતની જાણકારી મેળવવી જરૂરી બની છે. જે સુચનામાં ફેરબદલ કરાયેલા પરીક્ષા કેન્દ્રોની વિગતે લિસ્ટ મુકાયો છે.
આ પરીક્ષા કેન્દ્રોમાં અમદાવાદના 5 તેમજ વડોદરાના 2 પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર છે. જે બાબતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર બાબતે સૂચના અપાઈ છે. તમને જણાવી દઈએ કે, આગામી 23 એપ્રિલના રોજ TET-2ની પરીક્ષા યોજાનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લે વર્ષ 2017-18માં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી તેમજ થોડા સમય પહેલા TET-2ની પરીક્ષાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા TET-2 પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાશે તેવી જાહેરાત કરાઇ હતી. આ પરીક્ષા માટે 5 ડિસેમ્બરના રોજ ફોર્મ ભરાયા હતાં.