પાકિસ્તાન અને ચીનની મિત્રતા સૌ કોઈ જાણે છે. પરંતુ હવે આ મિત્રતામાં પણ તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે વાત એમ છે કે, પાકિસ્તાનમાં ચીને કેટલાક બિઝનેસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનમાં ચીની નાગરિકો સાથે મારપીટની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છેજે નિર્ણય બાદ પાકિસ્તાન અને ચીનની મિત્રતામાં ખટાશ આવી શકે છે. એક અહેવાલ મુજબ ચીની નાગરિકો આતંકવાદી હુમલાને રોકવાનો પ્રયાસ કરે છે જેના કારણે ઘણી વખત લડાઈ થાય છે અને તેનાથી પાકિસ્તાન અને ચીનના સંબંધો બગડી શકે છે. આ પરિસ્થિતી માટે ચીને પાકિસ્તાનમાં કેટલાક ધંધા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનમાં ચીની દૂતાવાસના જણાવ્યા મુજબ આ સમાચાર એવા સમયે બહાર આવ્યા છે જ્યારે ચીને પાકિસ્તાનમાં બગડતી સુરક્ષા સ્થિતિને કારણે પોતાના નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી હતી. આ સાથે ચીને ઈસ્લામાબાદમાં પોતાના દૂતાવાસના કોન્સ્યુલર વિભાગને અસ્થાયી રૂપે બંધ કરી દીધો હતો. બીજી તરફ એવા સમાચાર છે કે, પાકિસ્તાનમાં આતંકવાદીઓ પણ સતત ચીની નાગરિકો અને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને નિશાન બનાવી રહ્યા છે અને ચીનની અનેક વિનંતીઓ અને ચેતવણીઓ બાદ પણ પાકિસ્તાનમાં ચીનના નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા નથી.
પાકિસ્તાનને આ મુશ્કેલી જીલવાનો વારો ત્યારે આવ્યો છે જ્યારે દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે અને કંગાળ થવાની તૈયારી પર છે અને ચીન દર વખતની જેમ તેની સાથે ઉભું જોવા મળી રહ્યું છે. તો કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન ચીન પાસેથી તેની લોન માફ કરવા માંગે છે અથવા ડિફોલ્ટથી બચવા માટે સમયમર્યાદા વધારવા માંગે છે. એટલા માટે તે આવી રણનીતિ અપનાવીને ચીન પર દબાણ લાવવા માંગે છે. આ બાબતથી પાકિસ્તાનમાં ઇશનિંદાના કેસમાં એક ચીની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે જેના કારણે ખળભળાટ મચી ગયો છે.