News Inside: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને ગઈકાલે બપોર બ્રેઈન સ્ટોક આવતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.જ્યા તેમની સર્જરી કરાઈ હતી ત્યાર બાદ મોડી સાંજે કે ડી હોસ્પિટલે વિગતો આપી હતી કે, તેમની તબિયત સ્થિર છે. સુત્રો પાપ્ત વિગતો મુજબ આજે અનુજ પટેલને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરાની નાદુરસ્ત તબિયતના કારણોસર જામનગર ખાતે આજે થનારી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે નહીં. જામનગર ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહભાગી થશે.
ગઈકાલે બપોરે 2:45 વાગે અનુજ પટેલ કે ડી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં જ્યાં તેમનું 2 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું ત્યારબાદ તેઓની તબિયત સ્થિર હતી તેમજ તજજ્ઞ ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતાં. તેમજ મોડી સાંજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતાં. જો કે, અનુજ પટેલની તબિયત નાદુરસ્તના હોવાના કારણે ગુજરાત ગૌરવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે નહી.
આજે અનુજ પટેલને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવાયા છે. વિગતો મુજબ અનુજ પટેલને મુંબઈની હિંદુજા હોસ્પિટલ ખાતે વધુ સારવાર અપાશે. અત્રે તમને જણાવી દઈએ કે, ગઈકાલે હિંદુજા હોસ્પિટલના ડો. મિશ્રાએ અનુજની તબીબી તપાસ કરી હતી.