કોંગ્રેસ મહાસચિવ કે. સી. વેણુગોપાલએ સોમવારે એક મોટો આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ દેશમાં લોકશાહી નાશ કરી દીધી છે. તેમણે કહ્યું કે, આ તાનાશાહી સામે તમામ વિપક્ષી પાર્ટીઓએ એક થઈને તેની સામે લડવાની જરૂર છે. વેણુગોપાલ મુંબઈ જઈ ઉદ્ધવ ઠાકરે સાથે અડધો કલાકથી વધુ સમય સુધી બેઠક યોજી હતી ત્યારબાદ બંને નેતાઓએ પત્રકાર પરિષદને યોજી હતી. ભારતીય જનતા પાર્ટી પર આકારા પ્રહાર કરતા વેણુગોપાલે કહ્યું કે, અમે જોયું છે કે મોદી અને અમિત શાહે કેવી રીતે લોકશાહીનો નાશ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, મોદીની સરમુખત્યારશાહી સામે સાથે મળીને લડવા માટે તમામ વિપક્ષી પક્ષો તૈયાર છે.
વેણુગોપાલે જણાવ્યું કે, કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT)સાથે છે. તમણે ઉમેર્યુ કે, અમે બધા એક છીએ અને ભાજપ સાથે મળીને લડવું પડશે. મીડિયાના એક પ્રશ્ન પર, તેમણે કહ્યું, મેં ઉદ્ધવજીને સોનિયા ગાંધીજીને મળવા દિલ્હી આવવા વિનંતી કરી છે અને રાહુલ ગાંધી પણ ચોક્કસ મુંબઈ આવશે.
ઉદ્ધવે ઠાકરે વડાપ્રધાન મોદીનું નામ લીધા વિના કેન્દ્રની વર્તમાન સરકાર માટે નરભક્ષી અને સત્તા-ભૂખ્યા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, શિવસેના (UBT, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ મહા વિકાસ અઘાડીની રચના કરી છે જે ગયા વર્ષે જૂન સુધી મહારાષ્ટ્રમાં સત્તામાં રહીસ છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યોના બળવાના કારણે શિવસેના અલગ થઈ ગઈ હતી. ત્યારપછી બીજેપીના સમર્થનથી શિંદે મુખ્યમંત્રી બન્યા છે.