કોંગ્રેસ નેતા શશિ થરૂરે બુધવારે કેરળને પહેલી વંદે ભારત એક્સપ્રેસ અપાવવા બદલ કેન્દ્રની મોદી સરકાર અને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે પ્રગતિ રાજકારણથી આગળ હોવી જોઈએ. અત્રે તમને જણાવી દઈએ કે, 25 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને તિરુવનંતપુરમ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપશે અને 22 એપ્રિલે તિરુવનંતપુરમ-કસરાગોડ સેક્શન પર આ ટ્રેનની ટ્રાયલ રન પૂર્ણ કરશે. આ સેમી-હાઈ સ્પીડ ટ્રેનને શરૂઆતમાં તિરુવનંતપુરમ અને કન્નુર વચ્ચે દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેની સેવા કાસરગોડ સુધી લંબાવવામાં આવવાની વાત છે.
તેમણે એક ટ્વિટને અગાઉ ટ્ટીટ કર્યું હતું જેમાં તેમણે કેરળ માટે વંદે ભારત ટ્રેનનું સૂચન કર્યું હતું અને તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે, તેઓ કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવા માટે પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માંગે છે. તેમણે ટ્વિટમાં લખ્યું, છે કે, મેં 14 મહિના પહેલા આ ટ્વિટ કરીને કેરળ માટે વંદે ભારત ટ્રેનનું સૂચન કર્યું હતું અને હું ખુશ છું કે અશ્વિની વૈષ્ણવે કેરળને વંદે ભારત ટ્રેન આપીનું કામ કર્યું છે તેમજ હું 25મીએ તિરુવનંતપુરમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ફ્લેગ ઓફમાં હાજરી આપવા આતુર છું તેમણે કહ્યું કે, પ્રગતિ રાજકારણથી ઉપર હોવી જોઈએ.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મંગળવારે કહ્યું હતું કે કેરળને અત્યાર સુધી માત્ર એક વંદે ભારત એક્સપ્રેસ આપવામાં આવી છે, ભવિષ્યમાં વધુ ટ્રેનો શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રેલ્વે કેરળમાં બે તબક્કામાં ટ્રેકને અપગ્રેડ કરવા જઈ રહ્યાં છે. તિરુવનંતપુરમ રેલ્વે સ્ટેશનનું ભારણ ઘટાડવાના પ્રયાસો ચાલુ છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ટ્રેક અપગ્રેડેશનના બીજા તબક્કામાં વળાંકોને સીધા કરવા અને અન્ય જરૂરી ગોઠવણોનો સમાવેશ થશે અને આ કામ પૂર્ણ થવામાં 2 થી 3.5 વર્ષનો સમય લાગશે. તેમને જણાવી દઈએ કે, શશિ થરૂરે ગયા વર્ષે 1 ફેબ્રુઆરીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, બજેટ 2022માં કેરળ માટે એક રસપ્રદ બાબત એ છે કે 400 નવી વંદે ભારત ટ્રેનોની જાહેરાત છે જેમામં 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકય છે અને શું ભારત સરકાર અને કેરળ સરકાર આને ‘સિલ્વર લાઈન’ના સસ્તા અને વધુ ઊર્જા-કાર્યક્ષમ વિકલ્પ તરીકે જોઈ શકે છે?. ભારત સરકાર અને કેરળ સરકારે રાજ્યના હિતોને ધ્યાનમાં રાખીને આ મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ, જેના સારા પરિણામો પણ મળશે.