News Inside: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીને દિવસેને દિવસે મુશ્કેલી વધી રહી છે. સુરતમાં આપના કોર્પોરેટરોએ ભાજપના ખેસ ધારણ કરી લીધા બાદ આમ આદમીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પર એક ફરરિયાદ દાખલ થઈ છે. વાત જાણે એમ છે કે, ઈસુદાન ગઢવીએ મન કી બાતના ખર્ચા અંગે એક ટ્વીટ કરી હતી અને જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ પાછળ 8 કરોડ 3 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમ પાછળના ખર્ચ અંગેની ઈસુદાને ટ્વીટ કર્યા બાદ એક નાગરિકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જો કે, ઈસુદાન પર ખોટી માહિતી આપી નાગરિકોને ઈશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અત્રે તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા ઈસુદાન ગઢવીએ ટ્વીટ કર્યું હતું જો કે, આ મામલે વિવાદ છેડાતા તેમણે ગઈકાલે ટ્વીટ ડિલેટ કરી નાંખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઈસુદાને કરેલી ટ્વીટ પર પીઆઈ ફેક્ટ ચેકમાં પણ આ ટ્વીટ અંગે ખોટી માહિતી હોવાનું જણાવ્યું છે.
આ મામલે આપના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, આ ફરિયાદ ખોટી કરાઈ છે અને ભાજપમાં ફરિયાદ રાજ ચાલે છે. તેમણે ઉમેર્યું કે, મન કી બાતનો ખર્ચ જાહેર કરવો જોઈએ અને આપથી ડરી ગયા છે એટલે ફરિયાદ કરે છે. કેજરીવાલ તેમજ ઈસુદાન અને ગોપાલ ઈટાલિયા પર ફરિયાદ કરી પરેશાન કરવામાં આવે છે. અમે કામ કરવા માટે આવ્યા છે આ બધુ નવારા લોકો કરતા રહેશે.