કડીમાં છત્રાલ રોડ પર કુંડાળ ગામના હદ વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા જ્યા સ્થિત માધવ દર્શન એસ્ટેટના ગોડઉન નં.79માંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. કેટસાક શખ્સો ટેન્કરમાં કેમિકલ નીકાળી અને ટેન્કરમાં પાણી નાંખી દેતા હતાં. પાપ્ત વિગતો મુજબ પોલીસે ત્યાંથી રૂ.24 લાખના 24,502 કિલો કેમિકલ સહિત રૂ.34.51 લાખના મુદ્દામાલ સાથે ત્રણ લોકોને દબોચી લીધા છે.
કુંડાળ ગામના માધવ દર્શન એસ્ટેટના ગોડઉન નં.79માં ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતા હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ આર.બી. ઝાલા સહિત સ્ટાફે વૉચ ગોઠવી હતી. ત્યારે ત્યાં કેમિકલ ભરેલું ટેન્કર ગોડાઉનમાં ઉભું અને જે ટેન્કરમાંથી મોટર મારફતે બેરલમાં કેમિકલ નીકાળી રહ્યાં હતાં ત્યાંરે પોલીસે ત્યાં છાપો માર્યો હતો અને ટેન્કર ચલાવનાર સહિત ત્રણ લોકોની ધકકડ કરી લીધી હતી. જ્યાંથી પોલીસ રૂ.24 લાખનું 24,502 કિલો કેમિકલ તેમજ અંદાજે રૂ.10 લાખનું ટેન્કર તેમજ મોટર અને 27 ખાલી બેરલ સહિત કુલ રૂ.34,51,873નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ત્રણ આરોપીઓ હમીર મીયાઝર મીયાત્રા ચાલક (અંતરજાળ,ગાંધીધામ), રોહિત પુરૂષોત્તમભાઈ પટેલ (શિકાગોપાર્ક, કડી), વિવેક ગોવિંદભાઈ પટેલ (જલધારા સોસાયટી, કુંડાળ) વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વિગતો મુજબ બે મુખ્યસુત્રોધાર ગોવિંદ ઉર્ફે મામા જીવણ પટેલ (જલધારા સોસા. કુંડાળ) અને ચંદ્રકાંત ઉર્ફે ભાણાભાઈ પુંજીરામ પટેલ (ચાંદલોડિયા) ફરાર છે.