કોરોનાનું સંક્રમણ સૌથી વધુ કેરલમાં
હરિયાણામાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે
કેરલમાં એક્ટિવ કેસ 18000ની પાર
દેશમાં ફરી ધીમે ધીમે કોરોના માંથું ઉચકી રહ્યો છે.જો છેલ્લા ચાર પાંચ દિવસની વાત કરવામાં આવે તો દરરોજ સરેરાશ 10 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. જેને લઈ ઘણા રાજ્યમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાના ફરજિયાત કરાયા છે તેમજ આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. દિલ્હી એનસીઆરની વાત કરવામાં આવે તો ત્યાં પણ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં દિલ્હીમાં કોરોનાના કારણે 24 લોકોના મોત થયા છે જે ખૂબ જ ચિંતા જનક બાબત છે.
જો દિલ્હીની વાત કરવામાં આવે તો ત્યાં ગયા અઠવાડિયે એટલે કે 9 થી 15 એપ્રિલની વચ્ચે અહીં કોરોનાના 76644 કેસ નોંધાયા છે. તેમજ દિલ્હીના પડોશી આવેલા હરિયાણામાં પણ કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યા છે. 9 થી 15 એપ્રિલની વચ્ચે અહીં કોરોનાના 4555 કેસ નોંધાયા છે. આ સાથે હરિયાણા સૌથી વધુ કેસોની યાદીમાં ચોથા નંબર પર છે.
દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ કેરેલમાં નોંઘાયા છે. જ્યાં 9 થી 15 એપ્રિલની વચ્ચે કોરોનાના 18623 કેસ નોંધાયા હતા. તેના અગાઉના અઠવાડિયે એટલે કે, 2 થી 8 એપ્રિલની વચ્ચે 10493 કેસ નોંધાયા હતા. ખાસ વાત એ છે કે આ પહેલા પણ જ્યારે કોરોનાના કેસ વધવા લાગ્યા હતા ત્યારે તેની સૌથી વધુ સંક્રમણ કેરલમાં જોવા મળ્યો હતો. એમ પણ કહેવાય છે કે, કેરલમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. કોરોનાથી પહેલું મોત પણ કેરળમાં જ થયું હતું તેમજ ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે જ્યાં ગયા અઠવાડિયે કોરોનાના 6048 કેસ નોંધાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર અને હરિયાણામાં 2-8 એપ્રિલની સરખામણીએ છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તેમજ 9 થી 15 એપ્રિલની વચ્ચે 113 લોકોના મોત થયા હતા જ્યારે 2 થી 8 એપ્રિલની વચ્ચે 67 લોકોના મોત થયા છે. સોમવારે છેલ્લા 24 કલાકના કોરોના કેસના આંકડા રજૂ થયેલા છે જે પ્રમાણે કોરોનાના નવા કેસ 9111 સામે આવ્યા છે. તેમજ 24 લોકોના મોત થયા છે. સાથો સાથ એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 60313 પહોંચ્યા છે