News Inside: મણિપુરના ચુરાચાંદપુરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમના સ્થળે પર તોડફોડ અને આગચંપીની ઘટના બાદ વધુ એક મોટી માહિતી સામે આવી છે. મણિપુર સરકારે મોટા મેળાવડા અને ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી છે. મણિપુરના સીએમ એન બિરેન સિંહ ચુરાચાંદપુર આવવાના હતા ત્યાં એક જીમનું ઉદ્ઘાટન કરવાનું હતું તેમજ જનસભાને પણ સંબોધિત કરવાની હતાં. તેમની મુલાકાત પહેલા જ ભીડે તેમના કાર્યક્રમના સ્થળ પર હુમલો કર્યો અને તોડફોડ કર્યા બાદ આગ ચાંપી દીધી હતી. જે ઘટના ગુરૂવારે બની હતી.
આ પછી જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાની સાથે સાથે કલમ 144 લાગુ કરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળ પર લોકોના હુમલા બાદ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને તે ઘટનાસ્થળે પહોંચીને ટોળાને ભગાડ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં કેટકેટલું થયું હતું જે ઘટનાક્રમ બાદ તણાવનો માહોલ સર્જાયો હતો. પાપ્ત વિગતો મુજબ આ ઘટના ન્યૂ લમકાનીમાં બની છે તેમજ ટોળાએ પીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બનેલા ઓપન જિમને પણ સોંપ્યું હતું. આ ઉપરાંત સદભાવ મંડપમાં યોજાનારી જાહેર સભા પહેલા જ સ્થળને નુકસાન થયું હતું.
મળતી માહિતી મુજબ આ આખો મામલો આરક્ષિત જંગલ વિસ્તારને ખાલી કરવા માટે ચલાવવામાં આવી રહેલા હકાલપટ્ટી અભિયાન સાથે સંબંધિત છ., જેનો ખેડૂતો અને આદિવાસી રહેવાસીઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચુરાચાંદપુરમાં સવારે 8થી 4 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક ગુસ્સે ભરાયેલા લોકો સીએમ એન બિરેન સિંહના કાર્યક્રમના સ્થળે પહોંચ્યા અને ભારે તોડફોડ કરી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ આગ પણ લગાવી દીધી હતી અને જીમ તેમજ જાહેર સભા સ્થળને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.