સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાઈ મિશનના કાઉન્સેલર પ્રતીક માથુરે કાશ્મીર-લદ્દાખ પર પાકિસ્તાન અને ચીન પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભારતે ફરીવાર જણાવી રહ્યું છે કે, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન ભાગ હતું- છે તેમજ રહેશે. ‘યુએનજીએ પ્લેનરીઃ યુઝ ઓફ ધ વીટો’ને સંબોધતા તેમણે કહ્યું કે કોઈપણ દેશ ગમે તેટલી ખોટી માહિતી, નિવેદનો આપો તેમજ ખોટું પ્રચાર કરે પરંતુ તે પણ હકીકત નકારી શકશે નહીં.
કાઉન્સેલર પ્રતીક માથુરે જણાવ્યું હતું કે યુએનજીઓએ ‘વીટો પહેલ’ અપનાવ્યાને એક વર્ષ વીતી ગયું છે. તેમણે કહ્યું કે UNGAએ 2008માં સર્વસંમતિથી સંમતિ આપી હતી કે વીટો સહિત UNSC સુધારાના તમામ પાંચ પાસાઓનો તપાસી નિર્ણય લેવામાં આવે. યુએનએસસીમાં સુધારા માટે પોતાનું સમર્થન વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે વીટો પર ભારતની સ્થિતિ સ્પષ્ટ છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઘણા આફ્રિકન અને એશિયાઈ દેશો ઘણા વર્ષોથી સંયુક્ત રાષ્ટ્ર પર વીટો સુધારા માટે દબાણ કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ સ્થાયી સભ્યો છે જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમનો સમાવેશ થાય છે. જે P5 તરીકે ઓળખાય છે. આ 5 દેશોમાંથી કોઈપણ સભ્ય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પસાર કરાયેલા ઠરાવને વીટો કરી શકે છે. જો કે, સુરક્ષા પરિષદ 10 સભ્યોની પસંદગી કરે છે જે બે વર્ષ માટે કાઉન્સિલમાં સેવા આપે છે, પરંતુ તેમને વીટો પાવર આપવામાં આવતો નથી. પ્રતીક માથુરે કહ્યું કે વીટોનો ઉપયોગ કરવાનો વિશેષાધિકાર માત્ર પાંચ સભ્યોને જ આપવામાં આવ્યો છે અને તે સમાનતાના ખ્યાલની વિરુદ્ધ છે તેમજ બીજા વિશ્વયુદ્ધની માનસિકતા જાળવી રાખી છે. તેમણે કહ્યું કે, કાં તો તમામ દેશોને સાથે મતદાનના અધિકારની બાબતમાં સમાન વ્યવહાર થવો જોઈએ અથવા નવા સ્થાયી સભ્યોને પણ વીટો આપવો જોઈએ.