માફિયા ડોન અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન અને માફિયા ડોન મુખ્તાર અંસારીની પત્ની અફશાનની શોધખોળ ચાલી રહી છે. શાઇસ્તાની શોધમાં પ્રયાગરાજના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે જ્યારે મૌ પોલીસે અફશાનની શોધમાં ગાઝીપુરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જો કે, આ બંને વિશે ત્યાંથી કંઇ પણ મળ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે પોલીસે બંને પર ઈનામ પણ જાહેર કર્યું છે.
તમને જણાવી દઈએ કે, મુખ્તાર અંસારીની પત્ની અફસા અંસારી ગેંગસ્ટર એક્ટ હેઠળ વોન્ટેડ છે અને અફસાએ હજુ સુધી સરેંડર પણ કર્યું નથી. અફશાનની શોધમાં પોલીસ ટીમ ગાઝીપુરમાં મુખ્તાર અંસારીના પિતરાઈ ભાઈના ઘરે પણ પહોંચી હતી. પણ તેને કંઈ ખબર ન હતી. દક્ષિણ ટોલામાં અફસાની ધરપકડ માટે 25 હજાર અને ગાઝીપુરમાં 50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
અતીકની પત્ની શાઇસ્તા ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપી છે. શાઇસ્તા જેલમાં ગયા પછી અતીકની ગેંગ ચલાવતી હતી અને શાઇસ્તાનો અતીકની ગુનાહિત પ્રવૃત્તિમાં હાથ હતું. ઉમેશ પાલ મર્ડર કેસમાં તેનું નામ સામે આવતા શાઈસ્તા ફરાર થઈ ગઈ હતી. પોલીસે શાઈસ્તા પર 50 હજારનું ઈનામ જાહેર કર્યું છે. પુત્ર અસદ અને પતિ અતીક અહેમદના અંતિમ સંસ્કારમાં શાઇસ્તા આવવાના ઇનપુટ પોલીસને મળ્યા હતા, જો કે, પોલીસ એકદમ સતર્ક પરંતુ પોલીસને શાઈસ્તાનો કોઈ સુરાગ મળ્યો ન હતો. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસને માહિતી મળી હતી કે આતિકની પત્ની શાઇસ્તા શૂટર સાબીર અને અતીકની બહેન આયેશા સાથે તેરાઈ વિસ્તારમાં છુપાયેલી છે આ ઈનપુટ બાદ પોલીસે તરાઈ વિસ્તારોમાં શાઈસ્તાની શોધખોળ તેજ કરી છે.