વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 18 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યો છે. આ સરહદી વિસ્તારના જિલ્લાઓમાં એફએમ રેડિયો કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે તેમજ વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા બહાર પડાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર MM કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે.
પીએમઓના જણાવ્યા અનુસાર રેડિયો સેવાઓ વધારવાની સાથે બે કરોડ લોકો સુધી પહોંચશે, અને અત્યાર સુધી આ માધ્યમની જ્યાં ન પહોંચી શકાયુ નથી ત્યાં પણ પહોંચાશે.જેનાથી લગભગ 35,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કવરેજમાં વધારો થશે. સાથો સાથ એક્સટેન્શન વડાપ્રધાનના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડના બે દિવસ પહેલા જ આનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વિગતો મુજબ બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગાણા, છત્તીસગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, લદ્દાખ અને આંદામાન નિકોબાર ટાપુઓ 84 જિલ્લાઓમાં 100 વોટના કુલ 91 નવા FM ટ્રાન્સમીટર સ્થાપિત કરવામાં આવ્યા છે.
અધિકારીઓની વિગતો મુજબ વડાપ્રધાન જનતા સુધી પહોંચવામાં રેડિયોની મહત્વપૂર્ણ ભૂમિકામાં દૃઢ વિશ્વાસ ધરાવે છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, વડાપ્રધાને આ માધ્યમની અનન્ય શક્તિઓનો ઉપયોગ કરવા માટે ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો જેમાં શક્ય તેટલા લોકો સુધી પહોંચવા માટે ઉપયોગમાં થઈ રહ્યો છે. અત્રે તમને જણાવી દઈએ કે, મન કી બાતનો 100મો કાર્યક્રમ રવિવારે પ્રસારિત થવા જઈ રહ્યો છે.