રાજસ્થાનમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે તો બીજી તરફ કોંગ્રેસમાં મુખ્યમંત્રી ગેહલોત અને પાયલટની ખેચાતાણ પણ વધતી જણાઈ રહી છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી ન થઈ રહી હોવા મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ દ્વારા કરવામાં આવેલા ઉપવાસ આંદોલન બાદ રાજ્યના રાજકીય વાતાવરણ ગરમાયું છે. પાયલોટના ઉપવાસ બાદ જ્યાં હાઈકમાન્ડથી લઈને સીએમ અશોક ગેહલોતે મૌન સેવ્યું હતું ત્યાં હવે પહેલીવાર સીએમ ગેહલોતે સમગ્ર ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ગહેલોતે જણાવ્યું કે, રાજસ્થાનના કોંગ્રેસ પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા દ્વારા હાઈકમાન્ડને મોકલવામાં આવેલા જવાબમાં ગેહલોતે પાયલટ પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. એક મીડિયા અહેવાલ મુજબ, ગેહલોતે હાઈકમાન્ડને મોકલેલા જવાબમાં કહ્યું છે કે પાયલટ 2018માં સરકાર બન્યા પછી દોઢ વર્ષ સુધી સરકારનો હિસ્સો હતો, પરંતુ તેણે ક્યારેય આ મુદ્દો ઉઠાવ્યો ન હતો. સીએમએ કહ્યું છે કે આ પછી પણ પાયલોટ 4 વર્ષ સુધી ચૂપ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, સચિન પાયલટે 11 એપ્રિલે જયપુરમાં ભૂખ હડતાળ કરી હતી ત્યારે તેણે આરોપ લગાવ્યો હતો કે અગાઉની વસુંધરા સરકાર દરમિયાન રાજસ્થાનમાં 45,000 કરોડ રૂપિયાના ખાણ કૌભાંડ સહિત ભ્રષ્ટાચારના મામલાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ છેલ્લા 4 વર્ષમાં ગેહલોતે આ બાબતો પર મૌન સેવ્યું હતું.
વિગતો મુજબ ગેહલોતે હાઈકમાન્ડને આપેલા પોતાના જવાબમાં કહ્યું છે કે, સચિન પાયલટ કયા મુદ્દે ભૂખ હડતાળ પર બેઠા છે તે સમજાતું નથી. ગહેલોતે કહ્યું કે, પાઇલટ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સરકારે પગલાં લીધા છે અને બાબત પાયલોટ જાણતો નથી. ગેહલોતે એમ પણ કહ્યું છે કે પાયલોટ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમજ કે પાયલટ દોઢ વર્ષ સુધી સરકારમાં મંત્રી હતા, પરંતુ તેમ છતાં તેમણે ક્યારેય આ મુદ્દો ઉઠાવ્યો ન હતો