રાજ્યમાં ઉનાળની મોસમ ફૂલ બહાર ખીલી હોય તેમ કાળઝાળ ગરમી પોતાનો પ્રકોપ બતાવી રહી છે તેવા સમય રાજ્યના જળાશયોમાં પાણીનો જથ્થો કેટલો છે તે વિશે વાત કરીશું. જો કે, આ બાબતમાં આપણા સૌ માટે રાહતના અણસાર એ છ કે, રાજ્યના જળાશયોમા 50.389 ટકા પાણીનો જથ્થો છે જેમાં સરદાર સરોવરની વાત કરવામાં આવે તેમાં 54.50 ટકા જળસંગ્રહ છે. ગરમીની આગાહી વચ્ચે ચોમાસું સામાન્ય રહેવાના અણસાર છે. જો તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ આ વખતે તો જળસંગ્રહ થોડો ઓછો છે પરંતુ એવું ચોક્કસ જણાઈ રહ્યું છે આ વર્ષે પાણીની તંગી નહી સર્જાય. જો કે, રાજ્યના જળાશયોમાં વર્તમાનાં 12.73 લાખ કરોડ લીટરથી વધુ પાણીનો સંગ્રહ કરાયેલો છે.
રાજ્યના 105 જળાશયો એવા છે જેમાં માત્ર 25 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે. તેમજ 3 જળાશયોમાં 90 ટકાથી વધારે ભરાયેલા છે જ્યારે 5 ડેમો 80થી90 ટકા ભરાયેલા, 55 જળાશયો 10 ટકાથી નીચે,196 70 ટકાથી નીચે અને 2 જળાશયો 70થી 80 ટકા ભરાયેલા છે
ગુજરાત પાસે 25 લાખ લિટર કરોડ સંગ્રહ ક્ષમતા સામે વર્તમાનમાં લગભગ 12.73 લાખ કરોડ લીટરથી વધુ પાણી છે.
ઝોન | જળસંગ્રહ | જળાશયો |
કચ્છ | 45.80% | 20 |
સૌરાષ્ટ્ર | 28.46% | 141 |
ઉત્તર | 40.36% | 15 |
મધ્ય-પૂર્વ | 41.43% | 17 |
દક્ષિણ | 57.31% | 13 |
નર્મદા ડેમ | 54.50% | 1 |
કડાણા | 46.57% | 1 |
સરદાર સરોવર | 54.50% | 1 |
હાથમતી | 42.98% | 1 |
ધરોઇ | 47.31% | 1 |
શેત્રુંજી | 32.33% | 1 |
ઉકાઇ | 58.00% | 1 |
દાંતીવાડા | 28.98% | 1 |
કરજણ | 63.75% | 1 |
સરદાર સરોવર ડેમની વાત કરવામાં આવે તો જેમાં 1.39 લાખ કરોડ લીટર પાણી સંગ્રહ થાયેલું છે. એવું કહી શકાય કે પીવા માટે પાણી 160 દિવસ આસપાસ ચાલી શકે તેટલું સંગ્રહ થયેલું છે.