તમિલનાડુમાં દારૂના શોખીનો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકાર કોન્ફરન્સ હોલ, કન્વેન્શન સેન્ટર, મેરેજ હોલ, બેન્ક્વેટ હોલ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને ઘરેલુ સમારંભોમાં દારૂ પીરસવાની મંજૂરી આપવા માટે ખાસ લાઇસન્સ પ્રક્રિયા લઈને આવી છે. હવે આ જગ્યાઓ પર પણ દારૂના શોખીનોને દારૂ મળશે. અત્રે તમને ખાસ બાબત જણાવી દઈએ કે, આ પહેલા રાજ્ય સરકારે દારૂના ભાવમાં વધારો કર્યો હતો.
આ વર્ષે 5 માર્ચે યોજાયેલી તમિલનાડુની રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ જે લોકો દારૂની 180 એમએલની બોટલ પર 10 રૂપિયા તેમજ 375 એમએલની બોટલ માટે 20 રૂપિયા અને 750 એમએલની બોટલ પર ગ્રાહકોને 40 રૂપિયા વધુ ચુકવવા પડશે. આ સાથે બિયરની કિંમતમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તમિલનાડુ દેશના એવા રાજ્યોમાંથી એક છે જ્યાં સૌથી વધુ દારૂ વેચાય છે.
તમને જણાવી દઈએ કે, તમિલનાડુ રાજ્યમાં તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ (TASMAC)ના બેનર હેઠળ દારૂનું વેચાણ થાય છે. દારૂના ભાવમાં વધારો કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે જેનાથી રાજ્યની તિજોરીને રૂ. 2000 કરોડનો ફાયદો થશે. તમિલનાડુની ડીએમકે સરકારે પહેલીવાર દારૂના ભાવમાં વધારો કર્યો છે તેમજ અગાઉ લોકડાઉન દરમિયાન તમિલનાડુમાં એક જ દિવસમાં 210 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો.