messenger mobile apps

કેન્દ્ર સરકારનો સુરક્ષાને લઈ મોટો નિર્ણય, 14 મેસેન્જર મોબાઈલ એપ્સ બ્લોક કરી, દેશની સુરક્ષા માટે ખતરા રૂપ હતી | News Inside – Gujarati News

0 minutes, 6 seconds Read
Spread the love

News Inside: કેન્દ્ર સરકારે સંરક્ષણ દળ, સુરક્ષા, ગુપ્તચર અને તપાસ એજન્સીઓના કહેવા પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતી 14 મેસેન્જર મોબાઇલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. આ એપ્સમાં Crypvisor, Enigma, SafeSwiss, Vikerme, Mediafire, Briar, Beechat, Nandbox, Conion, IMO, Element, Second Line, Jangi, Threema જેવી એપ્સનો સમાવેશ થાય છે. વિગતો મુજબ ઘણી એજન્સીઓને જાણવા મળ્યું છે કે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા આ એપ્સનો ઉપયોગ તેમના સમર્થકો અને ઓન-ગ્રાઉન્ડ વર્કર્સ ( OGWs) સાથે વાતચીત કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

સરકારને આ બાબતે જાણ થઈ ત્યારે આ એપ્સની બાબતે તપાસ કરી જેમાં જાણવા મળ્યું કે, આ એપના માલિક ભારતીય નથી તેમજ ભારતીય કાયદા મુજબ માહિતી મેળવવા માટે આનો સંપર્ક ન કરી શકાય. એજન્સીઓએ ઘણી વખત એપ મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે, એમનો સંપર્ક થઈ શકે તેવી કોઈ ભારતમાં ઓફિસ પણ નથી. રિપોર્ટ અનુસાર, આમાંની મોટાભાગની એપ્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે યૂઝર્સ પોતાની ઓળખ છુપાવી શકે અને તેમના ફીચર્સને કારણે તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓ વિશે જાણવું મુશ્કેલ બની ગયું.

વિવિધ એજન્સીઓ દ્વારા જાણ કરવામાં આવતા હોમ અફેર્સે શોધી કાઢ્યું કે આ મોબાઈલ એપ્સ આતંકવાદીઓ અને તેમના સમર્થકોની પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં મદદ કરે છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના કોમ્યુનિકેશન નેટવર્કને રોકવાનો પ્રયાસ કરી રહી છે. જે એપ્સ બ્લોક કરવામાં આવી છે તેના સર્વર અલગ-અલગ દેશોમાં છે જેના કારણે તેમને ટ્રેસ કરવામાં મુશ્કેલી પડે છે. એપ્સમાં ઉપલબ્ધ હેવી એન્ક્રિપ્શનને કારણે આ એપ્સને અટકાવવાનો કોઈ જ રસ્તો પણ ન હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!