ગોધરાકાંડ બાદ વર્ષ 2002ના રમખાણોમાં નરોડા ગામે હત્યાકાંડ થયો હતો જે મામલે કેસ થયો હતો અને એસ આઈ ટીની રચના પણ કરાઈ હતી. ત્યારબાદ પોલીસે આ કેસમાં 70 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. વિગતો મુજબ આ હત્યાકાંડમાં 11 લોકોના જીવ ગયાનો આરોપ થયો છે. જે સમગ્ર મામલે પૂર્વ મંત્રી માયા કોડાનાની સહિત 69 આરોપીને કોર્ટમાં રજૂ કરાશે તેમજ સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદો પણ સંભળાવશે.
પોલીસ કેસ બાદ રચાયેલી એસઆઈટી તપાસ દરમિયાન તત્કાલિન ધારાસભ્ય માયા કોડનાની, જયદીપ પટેલ તેમજ બાબુ બજરંગી સહિતની ધરપકડ કરાઈ હતી અને ચાર્જશીટ પણ દાખલ કરાઈ હતી જે સમગ્ર અમિત શાહે પણ માયા કોડનાનીના બચાવ પક્ષમાં જુબાની આપી હતી. ફરિયાદીએ 187 સાક્ષીઓની તપાસ કરી છે જેમાંથી 5 મેડિકલ વિટનેસ ધરાવે છે.
આ પોલીસ તપાસમાં ભાગ લેનાર અધિકારીઓમનાં એમ.ટી. રાણા, મૈસુર વાલા, આર.સી. પાઠક, પી.એન. બારોટનો સમાવેશ થાય છે. જેમાં બચાવપક્ષ 60 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, 5 એપ્રિલ 2023ના રોજ ફરિયાદ પક્ષ અને બચાવપક્ષની દલીલ પૂર્ણ થઈ ચુકી છે અને ચુકાદાની તારીખ 20 અપ્રિલ નક્કી કરાઈ હતી. વકીલ પઠાણે જણાવ્યું હતું કે, 2008માં SITની રચના બાદ 2010થી સતત સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ચાલતી હતી અને 2017 સુધીમાં તમામ પૂરાવા લેવાઇ ચૂક્યા હતા. હવે 69 આરોપીઓ સામે ચુકાદો આવશે.
વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરાકાંડ થયું હતુ જેના પગલે ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોમાં નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી નાખવાના આરોપ પણ લગાવવામાં આવ્યા હતાં.